આ કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો વિનોદ, બધે થઈ રહ્યો છે ટ્રેન્ડ
આ કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો વિનોદ, બધે થઈ રહ્યો છે ટ્રેન્ડ
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાલ તમે વિનોદ નામ જરૂર સાંભળ્યું હશે. વિનોદ નામથી હજારોની સંખ્યામાં મીમ્સ, ફોટો, જોક્સ વગેરે ટ્વિટર અને ફેસબુક પર વાયરલ થઈ રહ્યા છે. જેને લઈ સતત કોમેન્ટ અને પોસ્ટ કરવામાં આવી રહી છે પરંતુ ઘણા બધા લોકો નથી જાણતા કે આખરે આ વિનોદ કોણ છે અને તે સોશિયલ મીડિયા પર અચાનક કેવી રીતે ટ્રેન્ડ કરવા લાગ્યો. તો આવો અહીં જાણીએ શું છે સમગ્ર મામલો...

એક જૂની પોસ્ટથી શરૂ થયો ખેલ
વિનોદ આવી રીતે જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ છે, જેમ જેમ પહેલા પણ કોઈ ચા વેચવા વાળો અથવા પ્રિયા પ્રકાશનો વીડિયો ટ્રેન્ડ થઈ ગયો હતો તેવી રીતે જ વિનોદ પણ ટ્રેન્ડ થયો. આમાં ખાસ વાત એ છે કે વિનોદનો ચેહરો કોઈએ નથી જોયો. બસ એક કોમેન્ટે તેને ટ્રેન્ડમાં લાવી દીધો. જે કોમેન્ટ તેણે એક વીડિયો પર કરી હતી.

કોમેન્ટ સેક્શનમાં લખ્યું વિનોદ
એક યૂટ્યૂબ ચેનલ પર વીડિયો બનાવવામાં આવ્યો હતો જેમાં લોકો વીડિયો પર કેવા કેવા પ્રકારની કોમેન્ટ કરે છે તે જણાવવામાં આવ્યું હતું. અજીબો ગરીબ અને મતલબ વિનાની કોમેન્ટોને લઈ સ્લે પોઈન્ટ નામના યૂટ્યૂબ ચેનલે આ વીડિયો બનાવ્યો હતો. જેમાં તેમણે વિનોદ થરૂ નામના એક વ્યક્તિની કોમેન્ટ દેખાડી હતી. વિનોદ થારૂએ વિનોદ થારૂએ વીડિયો વિશે કંઈપણ કહ્યા વિના કોમેન્ટમાં માત્ર વિનોદ થારૂ લખ્યું હતું.

અહીંથી શરૂ થયો વિનોદ
આ વીડિયોથી જ કોઈએ વિનોદને લઈ મજાકમાં કોમેન્ટ કરી અને ધીરે ધીરે વિનોદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો. યૂટ્યૂબ પર જઈ લોકો કોમેન્ટ સેક્શનમાં વિનોદ લખી રહ્યા છે.
|
સોશિયલ મીડિયા પર વિનોદ જ વિનોદ
વિનોદ થારૂએ બહુ પહેલા આ કોમેન્ટ કરી હતી અને યૂટ્યૂબ ચેનલે 15 જુલાઈએ આ વીડિયો બનાવ્યો હતો પરંતુ સોશિયલ મીડિયા પર આ ટ્રેન્ડ થવા લાગ્યું. જેને લઈ વિવિધ પ્રકારના મીમ્સ બની રહ્યા છે. તો કુલ મિલાવી વિનોદ કોણ છે, એ તો તમને ખબર નહિ હોય પરંતુ શા માટે ટ્રેન્ડ થવા લાગ્યો તે ચોક્કસ સમજી ગયા હશો.












Click it and Unblock the Notifications
