For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya Verdict: આ કારણે સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો

Ayodhya Verdict: આ કારણે સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની સર્વોચ્ચ અદાલતે બહુચર્ચિત અયોધ્યા ભૂમિ વિવાદ મામલે પોતાનો ફેસલો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા ટાઈટલ સૂટ કેસમાં મહત્વનો ફેસલો સંભળાવતા અલ્હાબાદ હાઈકોર્ટના એ ફેસલાને રદ્દ કરી દેધો જેમાં વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીવાળી પાંચ જજની પીઠે અયોધ્યા ભૂમિ વિવાદ પર ફેસલો સંભળાવતા 2.77 એકર જમીન રામલલા વિરાજમાનના હવાલે કરી દીધી છે. આની સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને સૂચના આપી છે કે સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદના નિર્માણ માટે યોગ્ય જગ્યાએ 5 એકર જમીન ઉપલબ્ધ કરાવે.

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો ફેસલો

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો ફેસલો

સુપ્રીમ કોર્ટે પોતાના ફેસલામાં ટાઈટલ સૂટ કેસ મામલે અલ્હાબાદ હાઈકોર્ટના ફેસલાને રદ્દ કરી દીધો. સુપ્રીમ કોર્ટે પોતાના ફેસલામાં સૂટ 4 અને સૂટ 5નો ઉલ્લેખ કર્યો. કોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટે એ રસ્તો અપનાવ્યો જે તેમની હદમાં હોતો આવતો. સુપ્રીમ કોર્ટમાં દાખલ ટાઈટલ સૂટ નંબર 4 સુન્ની વક્ફ બોર્ડ સાથે સંબંધિત છે. જ્યારે ટાઈટલ સૂટ નંબર 5 રામલલા વિરાજમાન સંબંધિત છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફેસલો સંભળાવતી વખતે આ બંને સૂટમાં સંતલન બનાવવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે શાંતિ અને સૌહાર્દ બનાવી રાખવા માટે હાઈકોર્ટનો ફેસલો તર્કસંગત નથી.

5 એકર જમીન કેમ આપવામાં આવી?

5 એકર જમીન કેમ આપવામાં આવી?

કોર્ટે કહ્યું કે સૂટ નંબર 5, સૂટ નંબર 4 પર ફેસલા પહેલા સુનિશ્ચિત કરવું જરૂરી હતું કે મુસ્લિમોને મસ્જિદ નિર્માણ માટે વૈકલ્પિક જમીન આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુસ્લિમોને મસ્જિદ માટે વૈકલ્પિક જમીન આપવી જરૂરી છે. જેનું કારણ આપતા કોર્ટે કહ્યું કે હિન્દુઓના દાવાના ફળસ્વરૂપે તેમને જમીનનો અધિકાર મળી રહ્યો છે, પરંતુ બીજો પક્ષ મુસ્લિમોનો છે, તેઓ કેટલાય વર્ષોથી ત્યાં છે. જે પહેલીવાર 22/23 ડિસેમ્બર 1949ના રોજ ક્ષતિગ્રસ્ત થયો અને અંતમાં 6 ડિસેમ્બર 1992ના રોજ નષ્ટ કરી દેવામાં આવ્યો. માટે આ પક્ષના દાવાને પણ ધ્યાનમાં રાખવો જરૂરી હતો. મુ્સ્લિમો દ્વારા બાબરી મસ્જિદ છોડી દેવામાં નહોતી આવી.

માટે કોર્ટ સંવિધાનની કલમ 142ના અધિકારનો ઉપયોગ કરતા કોઈની પણ સાથે ખોટું ન થાય તે સુનિશ્ચિત કરવા માંગે છે. જ્યાં સુધી આ ધર્મનિરપેક્ષ દેશમાં એવા મુસ્લિમોનું પણ ધ્યાન રાખવામાં આવે જેમની મસ્જિદનું માળખું તોડી પડાયું હતું, ત્યાં સુધી તેમની સાથે ન્યાય નહિ થાય. સંવિધાન તમામ ધર્મોની સમાનતા જણાવે છે. કોર્ટે કહ્યું કે સહિષ્ણુતા અને આંતરિક સહ-અસ્તિત્વ આપણા રાષ્ટ્ર અને તેના લોકોની ધર્મનિરપેક્ષ પ્રતિબદ્ધતાનું પોષણ કરે છે. કોર્ટે કહ્યું કે અમે નિર્દેશ આપીએ છીએ કે 5 એકર જમીનનું અધિગ્રણ સુન્ની સેન્ટ્રલ બોર્ડને કાંતો કેન્દ્ર સરકાર દ્વારા અધિગ્રહિત ભૂમિથી અથવા તો ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શહેરની અંદર કરવામાં આવે.

કયા કાનૂન અંતર્ગત 5 એકર જમીનનો આદેશ મળ્યો

કયા કાનૂન અંતર્ગત 5 એકર જમીનનો આદેશ મળ્યો

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સંવિધાનના અનુચ્છેદ 142 અંતર્ગત મળેલ શક્તિઓનો ઉપયોગ કરતા સુન્ની વક્ફ બોર્ડને અલગથી 5 એકર જમીન આપવાનો આદેશ આપ્યો. સંવિધાનની કલમ 142 અંતર્ગત સુપ્રીમ કોર્ટને એકેય મામલે ન્યાય કરવા અને ફેસલાને પૂરો કરવા માટે આવા આદેશ આપવાના અધિકાર પ્રાપ્ત છે.

કોર્ટે પોતાના ફેસલામાં કેટલીક મોટી વાતો કહી. કોર્ટે કહ્યું કે સુન્ની વક્ફ બોર્ડનો દાવો વિચાર કરવા યોગ્ય છે પરંતુ એએસઆઈનો રિપોર્ટ ફગાવી ન શકાય. એએસઆઈના રિપોર્ટથી માલુમ પડે છે કે ખોદાઈ કામમાં મળેલ ઢાંચો બિન ઈસ્લામિક હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે વિવાદિત પરિસરમાં મંદિર તોડી મસ્જિદ બનાવાઈ હોવાનું એએસઆઈએ કહ્યું નથી.

અયોધ્યા ચુકાદા પર આવ્યુ સલમાનના પિતાનુ નિવેદન, મુસ્લિમોને આપી સલાહ, પીએમ માટે કહી આ વાતઅયોધ્યા ચુકાદા પર આવ્યુ સલમાનના પિતાનુ નિવેદન, મુસ્લિમોને આપી સલાહ, પીએમ માટે કહી આ વાત

English summary
Here is why Muslims were Given Alternative Site In Ayodhya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X