For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરી પંડિતોને લઇ દિલ્હીમાં હાઇલેવલની બેઠક, મનોજ સિન્હાએ ગૃહમંત્રીને આપી હાલાતની જાણકારી

કાશ્મીર ખીણમાં બિન-મુસ્લિમોની હત્યા ચાલુ છે. ગુરુવારે, આતંકવાદીઓએ કુલગામમાં રાજસ્થાનના મેનેજર વિજય કુમારની હત્યા કરી હતી. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. ઘાટીમાં વધી રહેલી આતંકની ઘટનાઓ પર કેન્દ્ર સરકાર પ

|
Google Oneindia Gujarati News

કાશ્મીર ખીણમાં બિન-મુસ્લિમોની હત્યા ચાલુ છે. ગુરુવારે, આતંકવાદીઓએ કુલગામમાં રાજસ્થાનના મેનેજર વિજય કુમારની હત્યા કરી હતી. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. ઘાટીમાં વધી રહેલી આતંકની ઘટનાઓ પર કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. જેના માટે શુક્રવારે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ ભાગ લેવા પહોંચ્યા હતા.

Manoj sinha

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠકમાં એનએસએ અજીત ડોભાલ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, ડીજી સીઆરપીએફ કુલદીપ સિંહ, સીમા સુરક્ષા દળના વડા પંકજ સિંહ, જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં એલજી મનોજ સિન્હાએ ગૃહમંત્રીને ઘાટીની સ્થિતિ વિશે માહિતી આપી હતી.

સ્થળાંતર વધ્યુ

કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગ ચાલુ છે. બેંક મેનેજરની હત્યા કરતા પહેલા આતંકીઓએ કુલગામમાં ટીચર રજની બાલાની હત્યા કરી નાખી હતી. ત્યારથી સ્થાનિકો સિવાયના લોકોમાં ભયનો માહોલ છે. એક અહેવાલ અનુસાર, ગુરુવાર સુધીમાં 100 થી વધુ કાશ્મીરી પંડિતો ઘાટી છોડી ચૂક્યા છે. તેમણે કહ્યું કે ઘાટીમાં ફરી 1990 જેવી સ્થિતિ બની ગઈ છે, જ્યાં કોઈપણ સમયે લોકોને ગોળી મારી દેવામાં આવે છે.

ટ્રાન્સફરની માંગ કરી રહ્યાં છે કાશ્મીરી પંડિતો

ઘાટીમાં કાશ્મીરી પંડિતો સતત આંદોલન કરી રહ્યા છે. જ્યારથી ત્યાં આતંકવાદી ઘટનાઓ વધી છે ત્યારથી તેઓ કાશ્મીરથી ટ્રાન્સફરની માંગ કરી રહ્યા છે. કાશ્મીરી પંડિત કર્મચારીઓનું કહેવું છે કે તેઓ ત્યાં સુરક્ષિત નથી, આવી સ્થિતિમાં સરકારે તેમને જમ્મુના અમુક ભાગમાં મોકલવા જોઈએ. જો આમ કરવામાં નહીં આવે તો તેઓ સામૂહિક રાજીનામું આપશે.

English summary
High level meeting in Delhi with Kashmiri Pandits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X