Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આજે મુંબઈમાં હાઇ ટાઇડની ચેતવણી, ભારે વરસાદની આશંકા

એકવાર ફરી મુંબઈમાં ભારે વરસાદે આફત પેદા કરી છે, શુક્રવારથી સતત વરસાદને કારણે મુંબઈની ગતિને બ્રેક લાગી ગઈ છે, હવામાન વિભાગ કહે છે કે મુંબઇમાં મુશળધાર વરસાદ આવતી કાલ સુધી ચાલુ રહેશે

એકવાર ફરી મુંબઈમાં ભારે વરસાદે આફત પેદા કરી છે, શુક્રવારથી સતત વરસાદને કારણે મુંબઈની ગતિને બ્રેક લાગી ગઈ છે, હવામાન વિભાગ કહે છે કે મુંબઇમાં મુશળધાર વરસાદ આવતી કાલ સુધી ચાલુ રહેશે. વિભાગ આજે, મુંબઈમાં હાઇ ટાઇડની ચેતવણી આપી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને કારણે અંધેરી, ધારાવી અને બોરીવલીમાં સહીત લગભગ 10 વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે.

સોમવાર સુધી ચાલુ રહેશે મુશળધાર વરસાદ

સોમવાર સુધી ચાલુ રહેશે મુશળધાર વરસાદ

સ્કાયમેટ દ્વારા આગામી 48 કલાકમાં મુંબઈમાં 100 મીમી સુધી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે હવામાન વિભાગ તરફથી માહિતી આપવામાં આવી છે, હાલમાં મોનસૂન પશ્ચિમ કિનારા પર ખૂબ સક્રિય છે. પશ્ચિમ બાજુથી ખુબ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. તેની અસરને લીધે મુંબઈ, ઠાણે અને પશ્ચિમી તટના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ઘણી સ્થાનિક ટ્રેનો વરસાદને કારણે મોડી થઈ રહી છે અને ભારતીય રેલ્વેએ મુંબઇથી પુણે સુધીની ઘણી ટ્રેન રદ કરી છે, લોકોને આવવા અને જવાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

24 કલાકમાં 127 મીમી વરસાદ પડ્યો...

મુંબઈમાં, છેલ્લા 24 કલાકમાં 127 મીમી વરસાદ પડ્યો, પશ્ચિમ ઉપનગરોમાં 170 મીમી અને પૂર્વીય ઉપનગરોમાં 197 મીમી વરસાદ, વરસાદ થયો છે, વરસાદ હજુ પણ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, વરસાદના કારણે 4 લોકોના મોત થયા છે. અંધેરીમાં કારણે લાગવાથી 60 વર્ષીય મહિલાનું મોત થયું, જયારે બીજી ઘટનામાં કરંટ લાગવાથી ગોરેગાંવમાં બે લોકોના મોત થયા અને બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ઠાણેમાં પણ એક વ્યક્તિને કરંટ લાગવાથી તે મૃત્યુ પામ્યો છે.

વરસાદથી બેહાલ થયું મુંબઈ

ગયું છે, ઘણાં સ્થળોએ પણ પાણી ભરાઈ ગયું છે. બોરીવલી, નરીમન પોઇન્ટ, અંધેરી, ધારાવી, વસઇ, કાંડિવાલીના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયું છે. હવામાનશાસ્ત્ર વિભાગના જણાવ્યા મુજબ વરસાદનો આ સમયગાળો આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે, આ સિવાય દેશના અન્ય ભાગોમાં વરસાદની શક્યતા છે.

આ રાજ્યોમાં થઇ શકે છે ભારે વરસાદ

આ રાજ્યોમાં મધ્યપ્રદેશ, પૂર્વીય ઉત્તર પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ અને બિહારના ઘણા વિસ્તારોમાં આગામી મહિનાની 2 જી તારીખ સુધી ખુબ ભારે વરસાદ થઇ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X