• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતમાં જન્મી રહેલા બાળકોની ઉંમર અઢી વર્ષ ઓછી!

|
Google Oneindia Gujarati News

એસઓજી 2019 રિપોર્ટ અનુસાર દક્ષિણ એશિયમાં વાયુ પ્રદૂષણના વર્તમાન સ્તરોમાં થઈ રહેલ સતત વૃદ્ધિના કારણે વૈશ્વિક સ્તરે લોકોની અપેક્ષિત ઉંમરમાં સરેરાશ 20 મહિનાનો ઘટાડો થઈ જશે. ખાસ વાત એ છે કે જે સમયે આખા દુનિયા વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમી રહી છે તે સમયે ભારતે પ્રદૂષણના સ્ત્રોતો પર લગામ લગાવવા માટે ઘણા મહત્વના પગલાં લીધા છે. ઘરેલુ રસોઈ ગેસ સાથે જોડાયેલી પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના, વાહનો માટે ભારત સ્ટેજ 6ના માનક લાગુ કરવા તથા નવો રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ વગેરે.

વર્લ્ડ ફોરમ પર ઉજ્વલા યોજનાની પ્રશંસા

વર્લ્ડ ફોરમ પર ઉજ્વલા યોજનાની પ્રશંસા

હેલ્થ ઈફેક્ટ્સ ઈન્સ્ટીટ્યુટના ઉપાધ્યક્ષ રૉબર્ટ ઓકીફે કહ્યુ કે ભારત સરકારના આ પગલાં ખૂબ જ કારગર સાબિત થયા છે. જો ભવિષ્યમાં પણ ભારત આ જ રીતે વાયુ ગુણવત્તામાં સુધારના સંકલ્પ સાથે આગળ વધતુ ગયુ તો આવનારા વર્ષોમાં આરોગ્યના અનુસંધાનમાં આના ઉલ્લેખનીય લાભ સામે આવશે.

હેલ્થ ઈફેક્ટ્સ ઈન્સ્ટીટ્યુટ દ્વારા આજે જાહેર કરાયેલ આ રિપોર્ટ અનુસાર ભારતમાં લોકોની મોતના મુખ્ય કારણોમાંથી પ્રદૂષણ ત્રીજુ સૌથી મુખ્ય કારણ છે અને રેંકિંગ મામલે તે ધૂમ્રપાનથી પણ આગળ છે. દુનિયામાં દર વર્ષે માર્ગ અકસ્માત અને મેલેરિયાના મુકાબલે વાયુ પ્રદૂષણ સંબંધી બિમારીઓથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે.

કુલ મળીને, વર્ષ 2017માં બહારના તથા ઘરની અંદરના વાયુ પ્રદૂષણથી લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાના કારણે થતો લકવો, ડાયાબિટીઝ, હ્રદયરોગ, ફેફસાનું કેન્સર તથા ફેફસા સંબંધિત અન્ય ગંભીર બિમારીઓથી લગભગ 50 લાખ લોકોના મોત થયા છે. આમાંથી 30 લાખ મોતોનું સીધુ કારણ પીએમ 2.5 છે. આ મોતોમાંથી અડધો હિસ્સો ભારત અને ચીનના ખાતામાં છે. બાંગ્લાદેશ, ભારત, નેપાળ અને પાકિસ્તાન જેવા દક્ષિણ એશિયાઈ દેશ દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ છે. આ દેશોમાં પ્રદૂષણ સંબંધિત મોતનો આંકડો 15 લાખને પાર કરી ચૂક્યો છે.

ચીને લગાવ્યો કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ

ચીને લગાવ્યો કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ

ચીન અને ભારત વાયુ પ્રદૂષણના કારણે દુનિયાભરમાં થતી કુલ મોતના અડધા હિસ્સા માટે જવાબદાર છે. આ બંને દેશોમાં વર્ષ 2017 દરમિયાન 12-12 લાખ લોકોના વાયુ પ્રદૂષણના કારણે મોત થયા. ચીને આ દિશામાં પ્રારંભિક પ્રગતિ બતાવી છે અને તે પોતાને ત્યાં વાયુ પ્રદૂષણના સ્તરમાં ઘટાડો લાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવાનું શરૂ કરી ચૂક્યુ છે. વાસ્તવમાં ચીને બીજીંગ આસપાસના જિલ્લાઓમાં ભોજન બનાવવામાં કોલસાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

વાયુ પ્રદૂષણના કારણે લોકોના જીવન સમયગાળા કે અપેક્ષિત જીવન સમયગાળા પર શું અસર પડી રહી છે. વર્ષ 2017માં દુનિયાભરમાં વાયુ પ્રદૂષણના કારણે કોઈ વ્યક્તિના અપેક્ષિત જીવનગાળામાં સરેરાશ 20 મહિનાનો ઘટાડો આવ્યો છે. આનો અર્થ એ છે કે આજે જન્મેલુ બાળક પોતાની મોતના અપેક્ષિત સમયથી 20 મહિના પહેલા જ મરી જશે. વાયુ પ્રદૂષણ ન હોવાની સ્થિતિમાં તે 20 મહિના વધુ જીવતુ.

ઉજ્વલા યોજના એક ઠોસ પગલુ

ઉજ્વલા યોજના એક ઠોસ પગલુ

દુનિયાની લગભગ અડધી વસ્તી એટલે કે કુલ 3.6 અબજ લોકો વર્ષ 2017માં ઘરેલુ વાયુ પ્રદૂષણની ચપેટમાં હતા. જો કે વૈશ્વિક સ્તરે આમાં સુધારનું વલણ છે, જેમ કે અર્થ વ્યવસ્થાઓના વિકાસ સાથે ઠોસ ઈંધણથી ભોજન બનાવનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ ભારતમાં 60 ટકા વસ્તી હજુ પણ ઠોસ ઈંધણ જેવા કે લાકડા વગેરે બાળીને જ ભોજન બનાવે છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે ઉજ્વલા યોજના એક ઠોસ પગલુ કહી શકાય છે.

ઘરેલુ વાયુ પ્રદૂષણ બહારની હવા પર અસર કરવાનું મુખ્ય સ્ત્રોત હોઈ શકે છે. ઘરેલુ પ્રદૂષણનું ઉત્સર્જન બહારની હવામાં ભળી જાય છે. આ ભારતમાં પ્રદૂષના બધા સ્ત્રોતોમાંથી આરોગ્ય પર અસર કરતુ સૌથી મોટુ કારણ બની જાય છે. આ રીતે બહારના વાયુ પ્રદૂષણના કારણે થતી દરેક 4માંથી 1 મોત પણ વાયુ પ્રદૂષણના કારણે થાય છે.

આ પણ વાંચોઃ પેઈડ ન્યૂઝ ચેનલો પર વાહવાહી લૂંટવી બંધ કરી દો મોદીજી: શત્રુઘ્ન સિન્હાઆ પણ વાંચોઃ પેઈડ ન્યૂઝ ચેનલો પર વાહવાહી લૂંટવી બંધ કરી દો મોદીજી: શત્રુઘ્ન સિન્હા

English summary
According to a new global study - State of Global Air 2019, Exposure to outdoor and indoor air pollution contributed to over 1.2 million deaths in India in 2017.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X