PM નરેન્દ્ર મોદી અને પ્રિયંકા ગાંધીએ લોકોને હિમાચલ પ્રદેશના ચૂંટણી ઉત્સવમાં ભાગ લેવા કરી અપીલ
મતદાન પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલના મતદારોને લોકશાહીના આ પર્વમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લેવા અપીલ કરી.
Himachal Election 2022: હિમાચલ પ્રદેશ વિધાનસભાની 68 બેઠકો માટે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયુ જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મતદાન પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલના મતદારોને લોકશાહીના આ પર્વમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લેવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા અનુરોધ કર્યો હતો. વળી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે પૂરી સમજણપૂર્વક મતદાનની ફરજ નિભાવો.

PM મોદીએ શનિવારે સવારે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને લખ્યુ, 'આજે હિમાચલ પ્રદેશની તમામ વિધાનસભા બેઠકો માટે મતદાનનો દિવસ છે. હું દેવભૂમિના તમામ મતદારોને વિનંતી કરુ છુ કે લોકશાહીના આ પર્વમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ પ્રસંગે પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી ખાસ શુભેચ્છાઓ.'
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, 'માત્ર મજબૂત અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર જ હિમાચલ પ્રદેશને વિકાસમાં સૌથી આગળ રાખીને દેવભૂમિના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકે છે. હું હિમાચલના તમામ મતદાતાઓને ખાસ કરીને માતાઓ, બહેનો અને યુવાનોને અપીલ કરુ છુ કે રાજ્યની સુવર્ણ ભવિષ્ય માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને એક મજબૂત સરકાર પસંદ કરો.'
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક ટ્વિટમાં કહ્યુ, 'તમે બધા તમારી અને તમારા રાજ્યની સ્થિતિને સારી રીતે સમજો છો. તમારા સંજોગોને ધ્યાનમાં રાખીને પૂરી સમજણપૂર્વક મતદાન કરવાની તમારી ફરજ નિભાવો અને સંજોગોને બદલવામાં તેમજ હિમાચલના ભવિષ્યને ઘડવામાં તમારુ મહત્વનુ યોગદાન આપો.'
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ટ્વીટ કરીને કહ્યુ, 'પહેલા મતદાન પછી જલપાન. પ્રિય પ્રદેશવાસીઓ, આજે મતદાનનો દિવસ છે. હિમાચલના તમામ મતદારોને મારી નમ્ર વિનંતી છે કે લોકશાહીના આ મહાપર્વમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લો. મોટી સંખ્યામાં વોટ આપો, તમારો એક વોટ સમૃદ્ધ હિમાચલનુ નિર્માણ કરશે.












Click it and Unblock the Notifications
