હિમાચલ પ્રદેશ: 26 બેઠકો પર ભાજપે નોંધાવી જીત

Written By:
Subscribe to Oneindia News

સોમવારે ગુજરાત ઉપરાંત હિમચાલ પ્રદેશમાં પમ મત ગણતરી શરૂ થઇ હતી. હિમાચલ પ્રદેશમાં 13મી વિધાનસભા ચૂંટણી માટે 9 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. ત્યાર બાદ ગુજરાતના મતદાન પર હિમાચલ પ્રદેશ ચૂંટણીના પરિણામોની અસર ન થાય એ માટે મત ગણતરી મોકૂફ રાખવામાં આવી હતી. આખરે 18 ડિસેમ્બરના રોજ ગુજરાતની સાથે જ હિમાચલ પ્રદેશમાં પણ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ હતી. અત્યાર સુધીમાં 26 બેઠકો પર ભાજપની જીત નોંધાઇ છે.

Election

હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામોના મુખ્ય મુદ્દાઓ:

 • જ્વાલી વિસ ક્ષેત્રથી ભાજપ અર્જુન ઠાકુરની જીત, કોંગ્રેસના ચંદ્ર કુમારની હાર
 • કુટલેહડથી ભાજપના વીરેન્દ્ર કવંરની જીત
 • રામપુરથી કોંગ્રેસના નંદલાલનો વિજય
 • બિલાસપુર સદરથી ભાજપના સુભાષ ઠાકુર 6862 મતથી જીત્યા
 • સીએમ વીરભદ્રના પુત્ર અને શિમલા ગ્રામીણથી કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્યસિંહ 4850 મતથી જીત્યા
 • ધર્મશાળામાં ભાજપના કિશન કપૂર જૂત્યા
 • કુલ્લૂમાં કોંગ્રેસના સુંદર સિંહનો વિજય
 • ભરમોર વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના જિયા લાલનો વિજય
 • સોલનથી કોંગ્રેસના ધની રામ શાંડિલનો વિજય
 • શિમલા શહેર બેઠક પર ભાજપના સુરેશ ભારદ્વાજે અપક્ષ ઉમેદવાર હરીશ જનરઠાને 1903 મતથી હરાવ્યા હતા.
 • અન્ની બેઠક પર ભાજપના કિશોરીલાલે કોંગ્રેસના પારસરામને 5983 મતોથી હરાવ્યા
 • લાહોલ સ્પીતિથી ભાજપના રામલાલ માર્કેંડયનો વિજય
 • ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર પ્રેમ કુમાર ધૂમલ સુજનપુર બેઠકથી હાર્યા
 • મંડીમાં ભાજપના અનિલ શર્મા 10885 મતોથી જીત્યા
 • દેહરાથી અપક્ષ ઉમેદવાર હોશિયાર સિંહનો વિજય
 • બેજનાથથી ભાજપના મુલ્ખરાજ પ્રેમી જીત્યા
 • મનાલીથી ભાજપના ગોવિંદ ઠાકુરની જીત
 • ઠિયોગથી સીપીઆઈએમના રાકેશ સિંઘાની જીત
 • શિલાઇથી કોંગ્રેસના હર્ષવર્ધન ચૌહાણની જીત
 • રોહડૂમાં કોંગ્રેસના મોહન લાલની જીત
 • શિમલા શહેરથી ભાજપના સુરેશ ભારદ્વાજની સતત ત્રીજીવાર જીત
 • કાંગડાથી ભાજપના પવન કુમારની જીત
 • મંડીની બલ્હ બેઠક પર ભાજપના ઇન્દ્ર સિંહ ગાંધીની જીત
 • કસુમ્પટીથી કોંગ્રેસ ઉમેદવાર અનિરુદ્ધ સિંહ 9296 મતથી જીત્યા
 • જયસિંહપુર બેઠક પરથી ભાજપ ઉમેદવાર રવિન્દ્ર ધીમાનની જીત

English summary
himachal election poll results 2017 assembly vidhansabha chunav parinaam.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.