હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, 12 નવેમ્બરે યોજાશે મતદાન
ભારતના ચૂંટણી પંચે આજે બપોરે 3 વાગ્યે હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 8
ભારતના ચૂંટણી પંચે આજે બપોરે 3 વાગ્યે હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 8 જાન્યુઆરીએ પૂરો થાય છે. રાજ્યમાં 12 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે સિંગલ ફેઝમાં મતદાન શરૂ થશે. વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે થશે. જો કે ચૂંટણી પંચે આજે ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર કરી નથી.

68 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે
રાજ્યની તમામ 68 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. અગાઉ 2017ની ચૂંટણી દરમિયાન ભાજપે 44 બેઠકો જીતી હતી. તે જ સમયે, કોંગ્રેસને 21, CPI(M)ને એક બેઠક મળી હતી. બે અપક્ષ ઉમેદવારો પણ ધારાસભ્ય બન્યા હતા. જોકે, બાદમાં બંનેએ ભાજપ સરકારને સમર્થન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં 68 સીટોમાંથી 17 સીટો એસસી કેટેગરી માટે અને 3 સીટો એસટી કેટેગરી માટે આરક્ષિત છે.

25 ઓકક્ટોમ્બર સુધી નોંધાવી શકશો ઉમેદવારી
ઉમેદવારો 25 ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. સાથે જ 27મી ઓક્ટોબરે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જ્યારે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરી, 2023ના રોજ સમાપ્ત થશે.

55 લાખ વોટર્સ ચૂંટશે સરકાર
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ વખતે રાજ્યમાં 55 લાખ મતદારો મતદાન કરશે. જેમાં 27 લાખ 80 હજાર પુરૂષ અને 27 લાખ 27 હજાર મહિલાઓ છે. રાજ્યમાં 80 વર્ષથી વધુ ઉંમરના 1.22 લાખ મતદારો છે. તે જ સમયે, એવા 1184 મતદારો છે જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે.

દિવ્યાંગો અને વૃદ્ધો માટે ધરેથી મતદાન કરવાની સુવિધા
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી પંચે કહ્યું કે 80 વર્ષથી વધુ ઉંમરના લોકો, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત જેઓ મતદાન કરવા માંગે છે અને મતદાન મથક પર આવી શકતા નથી. આવા મતદારોને આયોગ દ્વારા ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
