For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Himachal pradesh Exit polls : હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

Himachal pradesh Exit polls : ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. જે બાદ હવે અનેક એક્ઝિટ પોલના આકડાએ જાહેર કરવામાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

Himachal pradesh Exit polls : ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. જે બાદ હવે અનેક એક્ઝિટ પોલના આકડાએ જાહેર કરવામાં આવી રહ્યા છે. આવા સમયે ભરોસાપાત્ર ગણાતા Today's Chanakya news24 એક્ઝિટ પોલના આંકડા પણ જાહેર થઇ ગયા છે. આ એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસ અને ભારતીય જનતા વચ્ચે કાંટાની ટક્કર છે.

Himachal pradesh Exit polls

હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામોની આગાહીઓ પર નજર કરીએ તો કોંગ્રેસ અને ભાજપ બંનેને 33-33 સીટો મળી શકે છે. 7 બેઠકોના નફા-નુકસાનનો અંદાજ છે. અન્ય ઉમેદવારને 2 બેઠકો મળતી હોવાનો અંદાઝ છે.

કોંગ્રેસ-ભાજપ બંનેને 42 ટકા વોટ મળવાની ધારણા

આ એક્ઝિટ પોલ અનુસાર હિમાચલ પ્રદેશમાં બંને પક્ષોને 42 ટકા વોટ મળવાની ધારણા છે. આવા સમયે 3 ટકા મતનો ફાયદો કે, નુકસાન થઇ શકે છે તેવી શક્યતા છે. તો બીજી તરફ એવો અંદાજ છે કે, 16 ટકા વોટ અન્ય ઉમેદવારે મળશે. એમાં પણ 3 ટકા વોટ વધુ કે ઓછા થઇ શકે છે. આ એક્ઝિટ પોલ મુજબ અનુસૂચિત જાતિને છોડીને, ભાજપ અન્ય તમામ વિભાગોમાં કોંગ્રેસ પર આગળ હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ અનુસૂચિત જાતિના મતદારોમાં ભાજપ કરતાં કોંગ્રેસને 21 ટકા વધુ સમર્થન દેખાય છે. આવા જ રીતે રાજપૂત મતદારોમાં ભાજપ કોંગ્રેસ કરતા 10 ટકા આગળ છે.

હિમાચલમાં છે સત્તા બદલવાની પરંપરા

હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસ અને સત્તાધારી ભાજપ વચ્ચે સીધો મુકાબલો થવાની આશા છે. આમ આદમી પાર્ટી હિમાચલ પ્રદેશમાં ચૂંટણી લડી રહી છે. આ સાથે હિમાચલમાં છેલ્લી અનેક ચૂંટણીઓથી સત્તા પરિવર્તનની પરંપરા જોવા મળી રહી છે. મતલબ કે, ભાજપ અને કોંગ્રેસમાં વારાફરતી ખુરશીની અદલાબદલી થઈ છે. આ કારણોસર આ પરંપરાના આધારે કોંગ્રેસ તેની વાપસીની ગણતરી કરી રહી છે, પરંતુ ભાજપ માની રહ્યું છે કે, આ વખતે રાજ્યમાં આ પરંપરા તૂટી જશે અને ફરીથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે.

8 ડિસેમ્બરના રોજ આવશે પરિણામ

હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા બેઠકો છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 12 નવેમ્બરના રોજ યોજાઈ હતી. હિમાચલ પ્રદેશમાં આ વખતે એક જ તબક્કામાં 65.92 ટકા મતદાન થયું હતું. રાજ્યમાં સરકાર બનાવવા માટે પાર્ટીને સાદી બહુમતી માટે ઓછામાં ઓછી 35 સીટોની જરૂર હોય છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે.

English summary
Himachal pradesh Exit polls : who will win in Himachal Pradesh assembly election 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X