હિમાચલ પ્રદેશમાં ગોજારો અકસ્માત, ખીણમાં જીપ ખાબકતાં 5નાં મોત
હિમાચલ પ્રદેશમાં ગોજારો અકસ્માત, ખીણમાં જીપ ખાબકતાં 5નાં મોત
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના મંડીમાં મોટી દુર્ઘટના સર્જાણી છે. અહીં યાત્રીઓથી ભરેલી એક જીત ખીણમાં ખાબકી છે, જેને પગલે 5 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે અન્ય પાંચ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. આ ઘટના હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના પધાર ક્ષેત્રમાં થઈ છે. જો કે હજુ સુધી આ વાતની જાણકારી નથી મળી શકી કે આ ઘટના કયા કારણસર થઈ છે. ઘાયલોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

જાણકારી મુજબ મંડી જિલ્લાના પધર વિસ્તારના ફાગની ગામ પાસે એક બોલેરો જીપના ડ્રાયવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં જીપ ખીણમાં ખાબકી હતી. જેને કારણે જીપમાં સવાર 5 લોકો મૃત્યુ પામ્યા છે. બલ્હ રોપા ગામના લોકો સવારે સાત વાગ્યે પોતાના ઘરેથી પધર જવા નિકળ્યા હતા પરંતુ ઘરથી થોડે દૂર જ આ અકસ્માત સર્જાયો.
ઘટનાની સૂચના મળતા જ સ્થાનિકોએ રાહત અને બચાવકાર્ય શરૂ કરી દીધું અને પોલીસ તથા એમ્બ્યુલન્સને પણ જાણકારી આપી દીધી હતી. એમ્બ્યુલન્સ ટીમે ઘટના સ્થળ પર પહોંચી ઘાયલોને હોસ્પિટલે પહોંચાડ્યા. મૃતકોમાં 2 પુરુષ અને 3 મહિલા જણાવવામાં આવી રહી છે. ઘાયલોને પધર હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ જોનલ હોસ્પિટલ મંડી માટે રેફર કરી દીધા છે. ડીએસપી પધર મદનકાંત શર્માએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને કયા કારણસર અકસ્માત થયો તેની માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો- ગોધરાની જેમ પુલવામાં હુમલો પણ ભાજપનું ષડયંત્ર: શંકરસિંહ વાઘેલા












Click it and Unblock the Notifications
