Hindenburg Report : હિંડનબર્ગના રિપોર્ટને લઈને અખિલેશ યાદવે ગંભીર મુદ્દો ઉઠાવ્યો, જાણો શું કહ્યું?
Hindenburg Report : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ગૌતમ અદાણી વચ્ચેની સાંઠગાઠ ખુલ્લી પડ્યા બાદ હવે હિંડનબર્ગે ગૌતમ અદાણી અને સેબી અધ્યક્ષ માધવી પુરી બુચને લઈને ચૌકાવનારા ખુલાસા કર્યા છે.
હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સેબી પર લગાવવામાં આવેલા આરોપોને સરકાર અને સેબીની કામગીરી પર ઘણા સવાલ ઉભા કર્યા છે. હવે અખિલેશ યાગદે આ મુદ્દે મોટી માંગ કરી દીધી છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવે સેબીની તપાસની માંગ કરી છે. અખિલેશ યાદવે ટ્વિટર પર લખ્યું કે, સેબીની ઐતિહાસિક તપાસ થવી જોઈએ કારણ કે સેબીનો ઈતિહાસ એવો રહ્યો છે કે તે ક્યારેય સાચા અર્થમાં રોકાણકારોની રક્ષક અને સહાયક બની નથી. રોકાણ પ્રત્યે સુરક્ષાની ભાવના પેદા કરવા SEBI ની નિષ્પક્ષ તપાસ જ પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરી શકે છે, જે ભારતીય અર્થતંત્ર માટે અનિવાર્ય છે.
જણાલી દઈએ કે, હિંડનબર્ગ રિસર્ચે તેના અહેવાલથી ભારતમાં મોટી હલચલ મચાવી દીધી છે. હિંડનબર્ગ રિપોર્ટમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના વડા માધવી બુચ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
હિંડનબર્ગે શનિવારે આરોપ મૂક્યો હતો કે સેબીના અધ્યક્ષ માધવી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બુચનો ઑફશોર કંપનીઓમાં હિસ્સો છે જે અદાણી જૂથની નાણાકીય અનિયમિતતાઓ સાથે સંકળાયેલી હતી.












Click it and Unblock the Notifications
