પદ્મભૂષણથી સમ્માનિત પ્રખ્યાત ગીતકાર, હિન્દી કવિ ગોપાલદાસનું નિધન

પદ્મભૂષણ ગીતકાર અને હિન્દી કવિ ગોપાલદાસ નીરજે ગુરુવારે સાંજે દુનિયાને અલવિદા કહી દીધી.

પદ્મભૂષણ ગીતકાર અને હિન્દી કવિ ગોપાલદાસ નીરજે ગુરુવારે સાંજે દુનિયાને અલવિદા કહી દીધી. લાંબા સમયથી બિમારીમાં સપડાયેલા દેશના મહાન કવિઓમાંના એક કવિ નીરજે દિલ્હીની આયુર્વેદિક સંસ્થા (એમ્સ) માં કાલે સાંજે 7.35 મિનિટે અંતિમ શ્વાસ લીધા. 93 વર્ષના નીરજ હાર્ટ ઈન્ફેક્શનથી ગ્રસ્ત હતા. તેમના પુત્ર શશાંક પ્રભાકરે જણાવ્યુ કે આગ્રામાં પ્રારંભિક ઉપચાક બાદ તેમને ગયા મંગળવારે દિલ્હીની એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા પરંતુ ડૉક્ટરોના અથાગ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નહોતા.

જન્મ પ્રેમનગરી આગ્રામાં થયો

જન્મ પ્રેમનગરી આગ્રામાં થયો

મા સરસ્વતીના મહાન ઉપાસક ગોપાલદાસ નીરજનો જન્મ 4 જાન્યુઆરી 1925 માં પ્રેમનગરી આગ્રામાં થયો હતો. તેમનું પૂરુ નામ ગોપાલદાસ સક્સેના ‘નીરજ' હતુ. માત્ર 6 વર્ષની ઉંમરમાં કવિ નીરજના માથેથી પિતાની છત્રછાયા ગુમાવી દીધી, આર્થિક અને પારિવારિક કષ્ટો છતાં નીરજે 1942 માં એટામાંથી હાઈસ્કૂલની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં ઉતીર્ણ કરી. શરૂઆતમાં ઈટાવાની કચેરીમાં થોડો સમય ટાઈપિસ્ટનું કામ કર્યુ. ત્યારબાદ થિયેટરની એક દુકાન પર નોકરી મળી. નોકરી કરવા સાથે પ્રાઈવેટ પરીક્ષાઓ આપીને તેમણે બીએ અને 1953 માં પ્રથમ શ્રેણીમાં હિન્દી સાહિત્યમાં એમએ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે મેરઠની એક કોલેજમાં અધ્યાપનનું કામ કર્યુ પરંતુ ત્યારબાદ તે નોકરી છોડી દીધી.

અલીગઢમાં અધ્યાપનનું કાર્ય કર્યુ

અલીગઢમાં અધ્યાપનનું કાર્ય કર્યુ

ત્યારબાદ તે અલીગઢના ધર્મ સમાજ કોલેજમાં હિન્દી વિભાગના પ્રાધ્યાપક નિયુક્ત કરવામાં આવ્યા પરંતુ નીરજની મંઝિલ તો કંઈ અલગ જ હતુ. એટલા માટે શબ્દોના આ જાદૂગરને એક જગ્યાએ બાંધી શકાતા નહોતા. આ એ સમય હતો જ્યારે તેમના નામથી કવિ સંમેલનોમાં ભીડ એકઠી થવા લાગતી હતી.

‘કાંરવાં ગુજર ગયા ગુબાર દેખતે રહે'

‘કાંરવાં ગુજર ગયા ગુબાર દેખતે રહે'

કવિ સંમેલનોમાં અપાર લોકપ્રિયતાના કારણે નીરજને મુંબઈ ફિલ્મ જગતે ગીતકાર રૂપે ‘નઈ ઉમર કી નઈ ફસલ' ના ગીત લખવાનું નિમંત્રણ આપ્યુ જે તેમણે સહર્ષ સ્વીકારી લીધુ. પહેલી જ ફિલ્મમાં તેમના લખેલા ગીત ‘કાંરવાં ગુજર ગયા ગુબાર દેખતે રહે' ખૂબ જ લોકપ્રિય થયુ જેનું પરિણામ એ આવ્યુ કે તે મુંબઈમાં રહીને ફિલ્મો માટે ગીત લખવા લાગ્યા.

પહેલા પદ્મશ્રી, ત્યારબાદ પદ્મભૂષણથી સમ્માનિત થયા હતા ‘નીરજ'...

પહેલા પદ્મશ્રી, ત્યારબાદ પદ્મભૂષણથી સમ્માનિત થયા હતા ‘નીરજ'...

નીરજ તેવા પહેલા વ્યક્તિ હતા જેમને શિક્ષા અને સાહિત્યના ક્ષેત્રમાં ભારત સરકારે બે-બે વાર સમ્માનિત કર્યા. પહેલા પદ્મશ્રી અને ત્યારબાદ પદ્મભૂષણથી. એટલુ જ નહિ, ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ ગીતલેખન માટે તેમને સતત ત્રણ વાર ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો છે. તેમના જવાથી આજે સાહિત્યનો કેનવાસ સૂનો થઈ ગયો છે જેને કોઈ પૂરો કરી શકે તેમ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X