BBC ઓફિસ બહાર હિન્દુ સેનાનું વિરોધ પ્રદર્શન, સુરક્ષા વધારાઈ
વિરોધ કરનારા બીબીસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. હાલ બીબીસી ઓફિસ બહાર આઈટીબીપીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી : BBC ની ઓફિસમાં ઈન્કમટેક્સની રેડને લઈને મોદી સરકાર પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે હવે ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન જોવા મળ્યુ હતું. સર્વેના બીજા દિવસે હિંદુ સેનાએ બીબીસી ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી નારેબાજી કરી હતી. વિરોધ જોતા ઓફિસ બહાર સુરક્ષા વધારાઈ છે. બુધવારે હિન્દુ સેનાના કેટલાક લોકો બીબીસી ઑફિસ નજીક બેનરો અને પ્લેકાર્ડ સાથે પહોંચ્યા હતા અને નારેબાજી કરી હતી.

વિરોધ કરનારા બીબીસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. હાલ બીબીસી ઓફિસ બહાર આઈટીબીપીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં કસ્તુરબા ગાંધી રોડ પર બીબીસી ઓફિસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આજે ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ બીજા દિવસે પણ સર્વે માટે પહોંચ્યા હતા. આ દરમિયાન હિંદુ સેનાના વિરોધીઓએ બીબીસી ઓફિસની બહાર બીબીસી ભારત છોડોના નારા લગાવતા જોવા મળ્યા હતા. અધિકારીઓ સંસ્થાના ઈલેક્ટ્રોનિક અને પેપર આધારિત નાણાકીય ડેટાની નકલો બનાવી રહ્યા હોવાના અહેવાલ છે.
અહીં તમને જણાવી દઈએ કે બીબીસી પર ઈન્કમટેક્સની રેડથી વિપક્ષો સરકાર પર કિન્નાખોરીનો આરોપ લગાવી રહ્યા છે. આ સિવાય મીડિયા પર વધી રહેલા હુમલાને કારણે મીડિયા સેન્સરશીપના પણ આરોપો લાગી રહ્યા છે. આ રેડને બીબીસીએ રિલિઝ કરેલી પીએમ મોદી પરની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી સાથે જોડીને જોવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
