રશિયાના સમર્થનમાં હિંદુ સેનાએ કાઢી માર્ચ, યુક્રેન સામે યુદ્ધનુ કર્યુ સમર્થન
રાઈટ વિંગ સંગઠન હિંદુ સેનાના કાર્યકર્તાઓએ રવિવારે દિલ્લીના કનૉટ પ્લેસમાં રશિયાના સમર્થનમાં માર્ચ કાઢી.
નવી દિલ્લીઃ રાઈટ વિંગ સંગઠન હિંદુ સેનાના કાર્યકર્તાઓએ રવિવારે દિલ્લીના કનૉટ પ્લેસમાં રશિયાના સમર્થનમાં માર્ચ કાઢી. આ દરમિયાન હિંદુ સેનાના કાર્યકર્તાઓએ રશિયાના સમર્થનમાં નારા લગાવ્યા. લોકોએ રશિયા તુમ સંઘર્ષ કરો, હમ તુમ્હારે સાથ હે, ભારત માતા કી જય, ભારત-રશિયા દોસ્તી ઝિંદાબાદના નારા લગાવ્યા. હિંદુ સેનાના કાર્યકર્તાઓએ લગભગ એક કલાક સુધી જોરદાર નારેબાજી કરી.

હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યુ કે યુનાઈટેડ નેશન્સમાં ભારત જે અધિકૃત પક્ષ લઈ રહ્યો છે તે સમજમાં નથી આવી રહ્યુ. અમે વ્યક્તિગત રીતે વિચારીએ છીએ કે ભારતે યુએનમાં વોટિંગથી દૂર રહેવાના બદલે રશિયાના પક્ષમાં મત આપવો જોઈતો હતો. જેનાથી યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા થતી અને ફાસીવાદી તાકાતો સામે રશિયાનુ સમર્થન કરવુ જોઈએ. યુક્રેન હંમેશાથી જ ભારત વિરુદ્ધ વલણ અપનાવતુ આવ્યુ છે. તેણે હંમેશા પાકિસ્તાનનો સાથ આપ્યો છે. ન્યૂક્લિયર કાર્યક્રમમાં પણ યુક્રેને ભારત વિરુદ્ધ વોટ આપ્યો હતો.
વિષ્ણુ ગુપ્તાએ કહ્યુ કે યુદ્ધ કોઈ પણ સારુ નથી હોતુ પરંતુ તમારે યોગ્ય અને તેનાથી યોગ્યમાંથી કોઈ એકને પસંદ કરવાના હોય છે. આપણે રશિયાના સમર્થનમાં ઉભુ રહેવુ જોઈએ કારણકે રશિયા હંમેશાથી આપણુ સાચુ દોસ્ત રહ્યુ છે. તેમણે જણાવ્યુ કે પોલિસે અમને કહ્યુ કે એક કલાક બાદ અહીંથી જતા રહો કારણકે અમને પ્રદર્શન કરવાની મંજૂરી નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા હિંદુ સેનાએ રશિયાના લેખક એલેક્ઝાન્ડર પુશ્કિનની દિલ્લીના મંડી હાઉસમાં સ્થિત મૂર્તિ પર પોસ્ટર લગાવ્યુ હતુ જેમાં યુક્રેન પર રશિયાના હુમલાનુ સમર્થન કરવામાં આવ્યુ હતુ અને લખ્યુ હતુ અખંડ રશિયા.












Click it and Unblock the Notifications
