નેપાળ બોર્ડર પરથી પકડાયો હિજબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી

Written By:
Subscribe to Oneindia News

હથિયારોથી સજ્જ ભારતીય સીમા દળ દ્વારા નેપાળ બોર્ડર પરથી હિજબુલ મુજાહિદ્દીનના એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. ભારત-નેપાળ સીમા પરથી આ આતંકી ભારતમાં પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે એસએસબી દ્વારા આ આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, હિજબુલના આ આતંકીનું નામ નસીર અહમદ ઉર્ફ સાદિક છે, જે વર્ષ 2003થી પાકિસ્તાનમાં રહે છે.

hizbul

આ પહેલા શનિવારે હિજબુલ મુજાહિદ્દીનના કમાન્ડર જાકિર મૂસાએ કાશ્મીરના અનેક નેતાઓને ધમકી આપી હતી. મૂસાએ ધમકી આપતા કહ્યું હતું કે, જો કોઇ હુર્રિયત નેતા કાશ્મીરના મુદ્દાને રાજકારણીય મુદ્દો કહેશે, તો એ તેનું ગળુ કાપી લેશે. મૂસાએ કહ્યું હતું કે, અમે હુર્રિયતના તમામ નેતાઓની મદદ કરી છે, પરંતુ જો તેઓ કાશ્મીરના મુદ્દાને રાજકારણીય મુદ્દો કહેશે તો અમે તેમનું ગળું કાપી દઇશું.

બીજી બાજુ હિજબુલે એક નિવેદન જાહેર કરતાં મૂસાના આ નિવેદનને નકાર્યું હતું. હિજબુલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ મૂસાના નિવેદનનું સમર્થન નથી કરતા. આ જાકિર મૂસાની વ્યક્તિગત વિચારસરણી છે. હિજબુલના પ્રવક્તા સલીમ હાશમીએ કાશ્મીરની સ્થાનિક મીડિયાને નિવેદન આપતાં હિજબુલનો પક્ષ રજૂ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મૂસા એ જ છે, જેમણે બુરહાન વાનીના મૃત્યુ બાદ હિજબુલ મુજાહિદ્દીનની કમાન સંભાળી હતી. તેણે કહ્યું હતું કે, તે હુર્રિયતના નેતાઓનું ગળુ કાપીને તેને લાલ ચોક પર લટકાવી દેશે. તેનું કહેવું હતું કે, જો આ નેતા કાશ્મીરના મુદ્દાને ઇસ્લામિક સંઘર્ષ ન ગણતા રાજકારણીય મુદ્દો ગણાવશે તો તે તેમની હત્યા કરશે. કહેવાઇ રહ્યું છે કે, હિજબુલના આતંકીઓએ જ સેનાના જવાન ઉમર ફૈયાઝને ગયા અઠવાડિયે મોતને ઘાટ ઉતાર્યા હતા.

English summary
Sashastra Seema Bal on Sunday apprehended a Hizb-ul-Mujahideen terrorist trying to sneak into India from Nepal.
Please Wait while comments are loading...