કાશ્મીરને સીરિયા બનાવવા, મૂસાએ આપી ISIS સ્ટાઇલમાં ધમકી

Posted By:
Subscribe to Oneindia News

શુક્રવારે હિઝબુલ મુઝાહિદ્દીનની એક ટેપ જાહેર થઇ છે. જેમાં હુર્રિયત નેતાઓનું માથું કાપવાની વાત કરવામાં આવી છે. આ ટેપમાં હિઝબુલ કમાન્ડર જાકિર ભટ ઉર્ફ મૂસાએ હુર્રિયત કોંન્ફેન્સના નેતાઓનું માથું કાપીને તેને લાલ ચોક પર લટકાવવાની ધમકી આપી છે. આ ટેપ પરથી તેવો અંદોજો લગાવી શકાય છે કે ઇરાક અને સિરીયામાં જે રીતે આઇએસઆઇએસે કર્યું તે જ હિજબુલ કાશ્મીરમાં કરવા ઇચ્છી રહ્યો છે. આ ઓડિયો ક્લિપમાં મૂસાએ કાશ્મીરમાં ખલીફાની સ્થાપના કરવાની વાત કરી છે. આ ઓડિયો ક્લિપ 5.40 મિનિટની છે. જેમાં મૂસાએ કાશ્મીરમાં અલગાવવાદી નેતાઓને ચેતવણી આપી છે કે જમ્મૂ કાશ્મીરમાં ખલીફા લાવવાના પગલાંની વચ્ચે તે ના આવે. હિઝબુલ તે રસ્તા પર ચાલી રહ્યું છે જે રસ્તા પર ઇરાક અને સીરિયા આઇએસઆઇએસે અપનાવ્યું હતું. મૂસાએ પોતાની આ ક્લિપમાં અલ કાયદાના નેતા ઇમામ અનવાર અલ અવલાકીનો પણ ઉલ્લેખ કર્યો છે. સાથે જ કુરાનની પણ વાત કરવામાં આવી છે. મૂસાના ઓડિયો ક્લીપમાં કાશ્મીરને ઇસ્લામિક સ્ટેટ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અને કાશ્મીરમાં લોકતંત્રની કોઇ જરૂર નથી તેવું પણ તેણે જણાવ્યું છે. વધુમાં તેણે કાશ્મીરમાં શરિયા કાનૂન દાખલ કરવાની પણ વાત કરી છે.

hizbul mujahideen

સાથે જ તેણે કહ્યું કે હુર્રિયત નેતાઓએ તે વાત સમજવી જોઇએ કે તેમની લડાઇ કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવા માટે નથી. પણ તેમની લડાઇ ઇસ્લામ અને શરીયત માટે છે. ઉલ્લેખનીય છે કે બુરહાન વાનીની મોત પછી જાકીર ભટ્ટ કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીનનો મુખ્ય કમાન્ડર બની ગયો છે. 2016 પછી પહેલી વાર હિઝબુલ મુઝાહિદ્દીને હુર્રિયત કોન્ફન્સની સામે ખુલ્લીને બંડ પોકાર્યો છે. ગત અઠવાડિયે જ આતંકી સંગઠને એક નિવેદન પાડી જણાવ્યું હતું કે મહિલા પ્રદર્શનકારી વિરોધ માટે રસ્તા પર ના ઉતરે.

English summary
Hizbul Mujahideen warns of chopping off Hurriyat leaders heads.
Please Wait while comments are loading...