HMPV Virus : HMPV વાયરસથી સૌથી વધુ ખતરો કયા દેશને? ભારત માટે સતર્ક રહેવુ જરૂરી?
HMPV Virus : કોરોના જેવો વાયરસ ફેલાવીને કરોડો લોકોના મોત માટે જવાબદાર ચીને હવે દુનિયાને ફરીથી ખતરમાં મુકી છે. ચીનથી ફેલાઈ રહેલો એચએમપીવી વાયરસ હવે ભારતમાં પણ દેખાયો છે.
ભારતમાં આ વાયરસના ત્રણ કેસ નોંધાયા છે. કર્ણાટકમાં 2 અને ગુજરાતમાં આ વાયરસનો એક કેસ જોવા મળ્યો છે. ભારતના વાયરસ મળતા ખળભળાટ મચી ગયો છે.

અહેવાલો અનુસાર, ચીનમાં આ નવો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે HMPV વાયરસથી પીડિતોથી ચીનમાં હોસ્પિટલો ભરાઈ ગઈ છે અને સ્મશાન પર ઘણી ભીડ જોવા મળી રહી છે.
એક તરફ આ વાયરસ કેટલો ખતરનાક છે તેના પર રિસર્ચ ચાલી રહ્યું છે તો બીજી તરફ ભારત સહિત ઘણા દેશો એલર્ટ મોડ પર આવી ગયા છે. ભારત સરકારે કહ્યું છે કે તે ચીનની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને WHO પણ ચીનની સ્થિતિ વિશે સમયાંતરે અપડેટ આપવા કહેવામાં આવ્યું છે.
ચીનના વુહાનમાં કોરોના કેસ નોંધાયા બાદ થાઈલેન્ડ પહેલો દેશ હતો જ્યાં કોવિડ-19નો પહેલો કેસ નોંધાયો હતો. આ પછી વાયરસ અન્ય દેશોમાં પહોંચ્યો. જો આ વાયરસ પણ આ જ પેટર્નને અનુસરે છે તો એ દેશો માટે મોટો ખતરો બની શકે છે જ્યાંથી મોટાભાગના લોકો ચીન જાય છે.
આ લિસ્ટમાં દક્ષિણ કોરિયા, જાપાન, રશિયા અને અમેરિકા જેવા દેશો સૌથી આગળ છે. કોરોના વાયરસના ફેલાવા પહેલા આ દેશોના લોકો સૌથી વધુ ચીન ગયા હતા. આ ભારત માટે પણ મોટો ખતરો બની શકે છે. પાડોશી દેશ હોવાના કારણે ભારતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ચીન જાય છે.












Click it and Unblock the Notifications
