પ્લાસ્ટિકની બોટલ વડે શણગારો તમારું ઘર
તમે તમારા ઘરને પ્લાસ્ટિકની બોટલ વડે એક નવો અંદાજ આપી શકો છો. ઘણા લોકો જૂની બોટલો ફેંકી દે છે તો, બીજી તરફ ઘણા લોકો તે જૂની બોટલોને નવી ડિઝાઇન આપી તેના પર રંગબેરંગી આકર આપી તેને રૂમમાં શણગારે છે. પ્લાસ્ટિક બોટલોનો ફરીથી ઉપયોગ કરવાનું મન હોય તો, અમે તમને જણાવીશું કે તમે તેના વડે શું-શું બનાવી શકો છો.
તમે તેને શણગારવા માટે કલર ફૂલ પેપર ગ્લિટર, કાર્ડબોર્ડ અથવા કાચ વગેરે ઉપયોગમાં લઇ શકો છો. જો તમારે આખા ઘરનો લૂક બદલવો હોય તો તમે 3 કે 4 ખાલી બોટલોનો ઉપયોગ કરો. પરંતુ હાં વધુ બોટલોનો ઉપયોગ ના કરશો કારણ કે બની શકે તે ખરાબ થઇ ચૂકી હોય.

ફૂલ રાખવા માટે
જો તમારી પાસે ફૂલ રાખવા માટે વાસ ન હોય ત્યારે તમે કોઇપણ પ્લાસ્ટિક બોટલને વચ્ચેથી કાપીને તેને કોઇપણ બ્રાઇટ કલરથી પેઇન્ટ કરી દો. પછી તેમાં પાણી ભરી દો અને તેમાં ફૂલ શણગારો.

પેન સ્ટેન્ડ
તમે બોટલને કાપીને પેન સ્ટેન્ડ પણ બનાવી શકો છો. તેનાથી તમારે પેન આમતેમ શોધવાની જરૂર પડશે નહી.

ઘરેણાં રાખવા માટે
કોઇપણ સુંદર પ્લાસ્ટિક બોટલ લઇને તેનો બેસ કાપી લો, પછી તેને રંગબેરંગી કલરથી રંગી દો. તમે અલગ-અલગ બેસને વિવિધ પ્રકારની જ્વેલરી રાખવા માટે ઉપયોગમાં લઇ શકો છો.

પોર્ટની માફક
ઘણા લોકો પ્લાસ્ટિકની બોટલમાં મની પ્લાન્ટના છોડ અથવા તેને હેગિંગ પોટ બનાવીને લટકાવી દે છે. તમે તેના પર મનપસંદ રંગ કરી શકો છો.












Click it and Unblock the Notifications
