અમિત શાહને બોમ્બથી ઉડાવવાની ધમકી, ભાજપ ધારાસભ્યને મળ્યો ધમકીભર્યો પત્ર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. માત્ર અમિત શાહ જ નહિ પરંતુ મધ્ય પ્રદેશ ભાજપ ધારાસભ્ય લીના જૈનને પણ સોમવારે ધમકીભર્યો મત્ર મળ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. માત્ર અમિત શાહ જ નહિ પરંતુ મધ્ય પ્રદેશ ભાજપ ધારાસભ્ય લીના જૈનને પણ સોમવારે ધમકીભર્યો મત્ર મળ્યો છે. જેમાં તેમને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. સાથે જ સ્થાનિક બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, સરકારી હોસ્પિટલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી બાદ પોલિસે સુરક્ષા વ્યવસ્થાને કડક કરી દીધી છે. સાથે જ બોમ્બ સ્કવૉડને બોલાવીને સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવ્યુ.

માહિતી મુજબ મધ્ય પ્રદેશના વિદિશાના ગંજબા સૌદાથી ભાજપ ધારાસભ્ય લીના જૈનનને કોઈ અજ્ઞાત વ્યક્તિએ ધમકીભર્યો પત્ર પોસ્ટથી મોકલ્યો હતો. લીના જૈને જણાવ્યુ કે તેમના આ પત્ર સોમવારે બપોરે મળ્યો છે જેમાં ગૃહમંત્રી અમિત શાહ, ધારાસભ્ય લીના જૈન પોતે તેમજ હોસ્પિટલ, રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો પત્ર મળ્યા બાદ ધારાસભ્ય લીના જૈને આની સૂચના પોલિસને આપી.
વળી, ગંજબાસૌદાના શાસકીય હોસ્પિટલના પ્રભારી ડૉક્ટર રવિન્દ્ર રને જણાવ્યુ કે તેમને પણ એક અજ્ઞાત વ્યક્તિનો ફોન આવ્યો હતો જેમાં તેણે હોસ્પિટલમાં બોમ્બ હોવાની સૂચના આપી છે. જો કે સ્ટાફની તપાસમાં કંઈ મળ્યુ નહોતુ. પરંતુ પોલિસે હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. ઘટના વિશે વિદિશાના પોલિસ કમિશ્નર વિનાયક વર્માએ જણાવ્યુ કે ઘટનાની માહિતી મળતા જ અમે કેસ નોંધી લીધો છે. તમામ સ્થળોએ પોલિસ બળ તૈનાત કરી દેવામાં આવ્યુ છે. અમે પત્રની તપાસ કરી રહ્યા છે.
MP: Leena Jain, BJP MLA from Ganj Basoda,Vidisha has received a letter via post that threatens to blow her up,HM Amit Shah as well as local bus stand,railway station&govt hospital. Police says,"security has been tightened in the area.Bomb disposal squad has been called." (July 1) pic.twitter.com/s6IEAdxH7F
— ANI (@ANI) 2 July 2019












Click it and Unblock the Notifications
