For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હનીપ્રિત ફરી રામ રહીમની નજીક જવા માંગે છે, બાબાને જેલમાં મોબાઈલ જોઈએ છે

બે સાધ્વીઓ સાથે બળાત્કારના આરોપમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદા ચીફ ગુરમીત રામ રહીમની ગોદ લીધેલી દીકરી હનીપ્રિત ફરી રામ રહીમની નજીક જવા માંગે છે.

|
Google Oneindia Gujarati News

બે સાધ્વીઓ સાથે બળાત્કારના આરોપમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદા ચીફ ગુરમીત રામ રહીમની ગોદ લીધેલી દીકરી હનીપ્રિત ફરી રામ રહીમની નજીક જવા માંગે છે. અંબાલા જેલમાં બંધ હનીપ્રિતે જેલ પ્રશાશનને પત્ર લખ્યો છે કે તેઓ રોહતકની સુનારીયા જેલમાં જવા માંગે છે. આપને જણાવી દઈએ કે ગુરમીત રામ રહીમ રોહતકની સુનારીયા જેલમાં જ બંધ છે. બીજી બાજુ રામ રહીમે પત્ર લખીને જેલમાં મોબાઈલ ચલાવવાની અનુમતિ માંગી છે. તેની સાથે સાથે રામ રહીમે જણાવ્યું કે તેનો પરિવાર સાથે મળવાનો સમય વધારવામાં આવે.

આ પણ વાંચો: મોટો ખુલાસો: રામ રહીમના ડેરામાં થતો હતો અંગોને વેપાર?

જેલ મંત્રીએ ખુલાસો કર્યો

જેલ મંત્રીએ ખુલાસો કર્યો

મંગળવારે ચાર વર્ષની ઉપલબ્ધીઓ ગણાવતા પત્રકાર સાથે મળેલા જેલ મંત્રી કૃષ્ણલાલ પવારે આ વાતની પુષ્ટિ કરી છે કે હનીપ્રિતે અંબાલા જેલથી શિફ્ટ કરવા માટે અરજી આપી છે પરંતુ તેમને આ વાતનો ખુલાસો નથી કર્યો કે હનીપ્રિત કઈ જેલમાં શિફ્ટ થવા માંગે છે.

ગુરમીત રામ રહીમનો વ્યવહાર સંતોષજનક છે તે બીજા કેદીઓ અનુસાર જ સજા કાપી રહ્યા છે

ગુરમીત રામ રહીમનો વ્યવહાર સંતોષજનક છે તે બીજા કેદીઓ અનુસાર જ સજા કાપી રહ્યા છે

ગુરમીત રામ રહીમને પેરોલ આપવાના સવાલ પર કૃષ્ણલાલ પવાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ બાબતે કોઈ પણ અરજી રેકોર્ડમાં નથી આવી. કૃષ્ણલાલ પવાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે જેલમાં ગુરમીત રામ રહીમનો વ્યવહાર સંતોષજનક છે તે બીજા કેદીઓ અનુસાર જ સજા કાપી રહ્યા છે. જેલ પ્રશાશનને તેના ખોટા આચરણ વિશે કોઈ પણ પ્રકારની ફરિયાદ હજુ સુધી નથી મળી.

રામ રહીમને સજા થયા પછી પંચકૂલામાં હિંસા થઇ હતી

રામ રહીમને સજા થયા પછી પંચકૂલામાં હિંસા થઇ હતી

ગુરમીત રામ રહીમને 25 ઓગસ્ટ 2017 દરમિયાન પંચકુલાની વિશેષ સીબીઆઈ અદાલતે બે રેપ કેસ મામલે દસ-દસ વર્ષની સજા સંભળાવી હતી. તેઓ રોહતકની સુનારીયા જેલમાં બંધ છે. ગુરમીત રામ રહીમને સજા થયા પછી પંચકૂલામાં હિંસા ભડકી ઉઠી. લગભગ 2 મહિના સુધી ફરાર રહ્યા પછી હનીપ્રિતને 4 ઓક્ટોબર 2017 દરમિયાન પકડી અંબાલા જેલમાં બંધ કરવામાં આવી. ત્યારપછી હનીપ્રિત આ જેલમાં બંધ છે.

English summary
Honeypreet Insan, Ram Rahim's 'Daughter' gave petition for shifting from Ambala to Sunariya Jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X