દર્દીને લઈ 8 હોસ્પિટલ સુધી ભટકતો રહ્યો પરિવાર, દાખલ કરવાની ના પાડતા થયું મોત

દર્દીને લઈ 8 હોસ્પિટલ સુધી ભટકતો રહ્યો પરિવાર, દાખલ કરવાની ના પાડતા થયું મોત

મુંબઈઃ કોરોના વાયરસનું સંક્રમણ આખા દેશમાં ફેલાઈ ચૂક્યું છે. મામલા એટલા વધી જઈ રહ્યા છે કે મોટાભાગના હોસ્પિટલમાં માત્ર એવા દર્દીઓ પર જ ધ્યાન આપવાામાં આવી રહ્યું છે જેઓ કાં તો કોરોનાથી સંક્રમિત છે અથવા તો જેમને પહેલેથી કોઈ ગંભીર બીમારી છે. કેટલાય હોસ્પિટલે તો વધુ બોજને કારણે કોરોના વાયરસ પીડિતો સિવાયના બીજી બીમારીથી પિડાતા લોકોને દાખલ કરવાની પણ ના પાડી દીધો છે. આવો જ એક મામલો મુંબઈમાં સામે આવ્યો છે. જ્યાં વર્લીા 49 વર્ષીય વ્યક્તિને શ્વાસ લેવામાં પરેશાની શરૂ થઈ ગઈ. તેના પરિવારે ગંભીર સ્થિતિને જોતા તેને દાખલ કરાવવા માટે એક-બે નહિ બલકે 8 હોસ્પિટલના ચક્કર લગાવ્યા. પરંતુ કોઈએ પણ તેને દાખલ કર્યો નહિ, જે બાદ તે વ્યક્તિનું મોત થયું.

death

મૃતકનું નામ રસલ જણાવવામાં આવ્યું છે. તેના ભાઈ અવિદને આરોપ લગાવ્યો કે સુદર્શનને સમયસર વેંટિલેટર પર રાખી લેવામાં આવ્યો હોત તો તેનો જીવ બચાવી શકાય તેમ હતો. અવિદને કહ્યું કે, અમે આઠ કલાક સુધી એક હોસ્પિટલથી બીજા હોસ્પિટલે ભાગતા રહ્યા. બધા હોસ્પિટલના અધિકારીઓ સામે સુદર્શનને દાખલ કરવા માટે વિનંતીઓ કરી. પરંતુ બધી કોશિશ બેકાર સાબિત થઈ. રસલ પરિવાર વર્લીનો રહેવાસી હતો, જણાવી દઈએ કે વર્લી મુંબઈમાં કોરોનાનું હોટસ્પોટ બની ચૂક્યું છે. અહીં અત્યાર સુધીમાં 388 મામલા સામે આવી ચૂક્યા છે. જે મુંબઈના કોઈપણ વોર્ડમાં સૌથી વધુ સંખ્યા છે.

ડાયાબિટીઝથી પીડિત સુદર્શનને બ્લડ પ્રેશરની પણ સમસ્યા હતી. સાથે જ તેને કફ અને શ્વાસ લેવાની પણ સમસ્યા હતી. પાછલા કેટલાક દિવસોથી તેને હળવો કફ હતો. શુક્રવારે રાતે શ્વાસ લેવાનમાં તેને ઘણી સમસ્યા થવા લાગી. સાથે જ ઉલ્ટીઓ પણ શરૂ થઈ ગઈ. પરિવારના સભ્યો સંક્રમણની આશંકા સાથે તેને નજીકના કસ્તુરબા હોસ્પિટલે લઈ ગયા. ડૉક્ટરોએ ટેસ્ટિંગ કિટ વિના જ તેની તપાસ કરી અને કહ્યું કે આ કોરોના સંક્રમણનો મામલો નથી.

જે બાદ પરિવારવાળાઓએ નાયર હોસ્પિટલથી લઈ સેંટ જ્યોર્જ હોસ્પિટલ, કેઈએમ, ઈએનટી હોસ્પિટલ, ગ્લોબલ હિંદુજા અને નાનાવટી સુધીના હોસ્પિટલના ચક્કર લગાવ્યા. પરંતુ ક્યાંય મદદ ના મળી શકાયા બાદ તે ઘરે પાછો ફર્યો. શનિવારે સવારે સુદર્શનને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ મૃત્યુ પામ્યો. પરિવારને હજી સુધી માલૂમ નથી પડ્યું કે સુદર્શનને આખરે કોરોના હતો કે નહિ, કેમ કે આઈસીએમઆરની ગાઈડલાઈન્સ મુજબ મૃત વ્યક્તિના સેમ્પલ એકઠા કરવામાં નથી આવતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X