For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહપતિએ વિદ્યાર્થિનીને અડધી રાત્રે કર્યો ફોન અને કહ્યું- પત્ની ઘરે નથી તું આવી જા

ગૃહપતિએ વિદ્યાર્થિનીને અડધી રાત્રે કર્યો ફોન અને કહ્યું- પત્ની ઘરે નથી તું આવી જા

|
Google Oneindia Gujarati News

પંતનગરઃ જીપી પંત કૃષિ અને ટેક્નોલોજી યુનિવર્સિટી, પંતનગર ફરી એકાર વિવાદોમાં ઘેરાયી છે. આ મામલે યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની સાથે જોડાયેલ છે. વિદ્યાર્થિનીએ છાત્રાલયના ગૃહપતિ સામે યૂનિવર્સિટી પ્રશાસન અને કુલપતિને ઉત્પીડનની ફરિયાદ કરી પરંતુ તેમણે કોઈ કાર્યવાહી ન કરી. હવે રાજભવને આ મામલાને ધ્યાનમાં લીધો છે અને આખા મામલે તપાસના આદેશ આપ્યા છે. વિદ્યાર્થિનીનો આરોપ છે કે એક વોર્ડને તેને અડધી રાત્રે ફોન કરીને કહ્યું હતું કે 'પત્ની ઘરેન નથી ખાવાનું કોણ બનાવશે, તું આવી જા.'

ગૃહપતિએ અડધી રાત્રે ફોન કર્યો

ગૃહપતિએ અડધી રાત્રે ફોન કર્યો

પીડિતા વિદ્યાર્થિનીએ આ અંગે ફરિયાદ કરી પરંતુ યૂનિવર્સિટી પ્રશાસને આ મામલાને દબાવવાની કોશિશ કરી. જે બાદ કેટલીક વિદ્યાર્થિનીઓએ કુલપતિ સાથે મુલાકાત કરી હોસ્ટેલના વોર્ડન પર અડધી રાત્રે ફોન કરવાની ફરિયાદ કરી. તેમણે જણાવ્યું કે ગૃહપતિ તેમની સાથે ફોન પર અજીબોગરીબ વાતો કરે છે. ફોન કાપવા પર વારંવાર ફોન કરી પરેશાન કરે છે.

યૂનિવર્સિટી પ્રસાસને મામલો દબાવવાની કોશિશ કરી

યૂનિવર્સિટી પ્રસાસને મામલો દબાવવાની કોશિશ કરી

એક વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો કે અડધી રાત્રે વોર્ડને મેસેજ કરી તેને જન્મદિવસની શુભકામના આપી પછી ફોન કર્યો અને કહ્યું કે મારી પત્ની ઘરે નથી, ખાવાનું કોણ બનાવશે તું આવી જા. વિદ્યાર્થિનીએ ફોન કાપવા પર તે ફરી એક કલાક સધી ફોન કરી આમથી તેમ વાતો કરતો રહ્યો. કેટલાય દિવસ વિતિ ગયા બાદ પણ યૂનિવર્સિટી પ્રશાસન તરફતી ફરિયાદ પર કોઈ કાર્યવાહી થઈ નથી.

રાજ્યપાલે તપાસના આદેશ આપ્યા

રાજ્યપાલે તપાસના આદેશ આપ્યા

જે બાદ વિદ્યાર્થિનીએ 21 ઓક્ટોબરે રેગિંગ મામલામાં બોલાવેલ યૂડીસીની બેઠકમાં વોર્ડને મોકલેલ મેસેજ દેખાડી અધિકારીઓને ફરિયાદ કરી, પરંતુ વીવી પ્રશાસને મામલાને દબાવી રાખ્યો અને આરોપી વોર્ડન વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી. જ્યારે નામ ના કહેવાની શરત પર યૂનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે આરોપી પ્રોફેસર એક હોસ્ટેલનો વોર્ડન હતો. પરંતુ બાદમાં ઓક્ટોબરમાં પ્રોફેસરને વોર્ડન પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. આ મામલાને રાજ્યપાલ બેબી રાની મૌર્યએ ધ્યાનમાં લીધો અને વીસીને તપાસ કરવાના અને આરોપી પ્રોફેસર વિરુદ્ધ શખ્ત કાર્યવાહી કરવાની સૂચના આપી દીધી છે.

પ્રદૂષિત હવાથી દિલ્હી બેહાલ, ધુમ્મસની ચાદરમાં ઢંકાયી રાજધાનીપ્રદૂષિત હવાથી દિલ્હી બેહાલ, ધુમ્મસની ચાદરમાં ઢંકાયી રાજધાની

English summary
hostel warden of GB Pant univerisity allegedly calls girl student and harrassed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X