અપક્ષ સંસદ કેવી રીતે જોઈન કરી શકે કોઈ પાર્ટી? જાણો શું હોય છે નિયમો?
લોકસભા કે વિધાનસભાની કોઈપણ ચૂંટણીમાં કેટલાક સાંસદો કે ધારાસભ્યો અપક્ષ રીતે લડીને ચૂંટણી જીતે છે. આવા સાંસદો કે ધારાસભ્યો પછી કોઈ એક પાર્ટીને સમર્થન આપતા હોય છે.
જો કે તમે જાણો છો કે કેવી રીતે અપક્ષ સાંસદો કોઈપણ પાર્ટીને પોતાનું સમર્થન આપે છે? આજે અમે તમને જણાવીશું કે અપક્ષ સાંસદ કેવી રીતે સમર્થન આપે છે અને તેની પાછળ કયા નિયમો કામ કરે છે?

7 અપક્ષ સાંસદો ચૂંટણી જીત્યા છે
- મોહમ્મદ હનીફાએ લદ્દાખ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શેરિંગ નામગ્યાલને હરાવ્યા છે.
- અપક્ષ ઉમેદવાર એન્જિનિયર અબ્દુલ રશીદ શેખે બારામુલા સીટ પરથી જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાને હરાવ્યા છે.
- વારિસ પંજાબ દે સંગઠનના વડા અને ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહે ખડુર સાહિબ બેઠક પરથી ચૂંટણી જીતી છે. અમૃતપાલ સિંહ આસામના ડિબ્રુગઢની જેલમાં બંધ છે.
- ઉમેશભાઈ બાબુભાઈ પટેલે દમણ અને દીવ બેઠક પરથી ભાજપના લાલુભાઈ બાબુભાઈ પટેલને 6,225 મતોથી હરાવ્યા છે. જણાવી દઈએ કે ભાજપે 15 વર્ષ બાદ દમણ અને દીવ સીટો ગુમાવી છે.
- વિશાલ પ્રકાશબાબુ પાટીલ મહારાષ્ટ્રની સાંગલી લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા છે.
- સરબજીત સિંહ ખાલસા પંજાબની ફરીદકોટ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા. જણાવી દઈએ કે સરબજીત સિંહ ખાલસા પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના હત્યારા બિઅંત સિંહનો પુત્ર છે.
- રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ બિહારની પૂર્ણિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા છે.
અપક્ષ સાંસદો કેવી રીતે આપે છે સમર્થન?
બંધારણના નિયમો અનુસાર, સ્વતંત્ર સાંસદ કોઈપણ પક્ષને સમર્થન આપી શકે છે. આ માટે સાંસદોની કોઈ સીમા નથી. કોઈપણ સાંસદ કોઈપણ પક્ષ છોડીને બીજી પાર્ટીમાં પણ જોડાઈ શકે છે.
તાજેતરમાં મહારાષ્ટ્રની સાંગલી લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલા વિશાલ પ્રકાશબાબુ પાટીલે કોંગ્રેસને સમર્થન આપ્યું છે. જે બાદ કોંગ્રેસની સીટોની સંખ્યા 100 પર પહોંચી ગઈ છે.












Click it and Unblock the Notifications
