માત્ર 5 મિનિટમાં કેવી રીતે જાણશો આપનું PF બેલેંસ?

નવી દિલ્હી, 22 નવેમ્બર: દેશનો દરેક કર્મચારી પોતાના પગારનો એક ભાગ પોતાના પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવે છે. આ પીએફ તેની જમા થાપણ હોય છે. પરંતુ આપણામાંથી ઘણા લોકો એ નથી જાણી શકતા કે તેમના પીએફ એકાઉંટમાં કેટલું બેલેન્સ છે.

ઇપીએફઓએ પોતાના 5 કરોડથી વધારે ગ્રાહકો માટે એક સુવિધા લોન્ચ કરી છે. આ સુવિધા હેઠળ હોલ્ડર પોતાના પીએફ એકાઉંટનું બેલેન્સ ઓનલાઇન જોઇ શકે છે. તેના માટે તેમને માત્ર 5 મિનિટ સુધીનો સમય લાગે છે.

rupee
પીએફ એકાઉંટનું બેલેંસ ઓનલાઇન જોવા માટે આપને ઇપીએફ એકાઉંટની ખબર હોવી જોઇએ, જે આપણી સેલેરી સ્લીપમાં લખેલું હોય છે. બાદમાં ઇપીએફઓની વેબસાઇટ http://www.epfindia.gov.in પર જવાનું છે. જ્યાં Know Your EPF Balance પર ક્લિક કરીને, રાજ્યની પસંદગી કરવાની રહે છે.

આપનો પીએફ નંબર એક આલ્ફા ન્યૂમેરિક નંબર છે અને પહેલા 2 લેટર ક્ષેત્રીય કાર્યાલય માટે છે. ઓનલાઇન ફોર્મમાં પોતાનું નામ, મોબાઇલ નંબર અને પોતાનો પીએફ નંબર નાખવો પડશે. જાણકારી સંપૂર્ણ રીતે સાચી ભર્યા બાદ 5 મિનિટની અંદર આપને એક એસએમએસ મળી જશે. જો આપના પીએફ એકાઉંટ અંગેની જાણકારી પીએફ કાર્યાલયમાં હશે તો આપને બેલેંસની જાણકારી મળશે નહીંતર data not found નો એસએમએસ આવશે. જો આ સંદેશ આવશે તો આપને આપના એમ્પલોયરનો સંપર્ક કરવો પડશે અથવા આપનો ડેટા અપડેટ થવા સુધી રાહ જોવી પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X