ચીની સેનાએ પેંગોંગ ઝીલ આસપાસ લગાવ્યા છે ટેન્ટ, જુઓ ફોટા

અમુક એવા સેટેલાઈટ ફોટા સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે ચીને પૂર્વી લદ્દાખમાં પેંગોંગ ત્સોની યથાસ્થિતિને ફેરફાર કરી દીધો છે.

ભારત અને ચીન વચ્ચે લાઈન ઑફ કંટ્રોલ (એલએસી) પર ચાલી રહેલ તણાવને એક મહિનો થઈ ચૂક્યો છે. આજે બંને દેશોના લેફ્ટનન્ટ જનરલ મુદ્દાને ઉકેલવા માટે લદ્દાખના ચુશુલમાં મુલાકાત કરવાના છે. આ વાતચીત વચ્ચે જ અમુક એવા સેટેલાઈટ ફોટા સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે ચીને પૂર્વી લદ્દાખમાં પેંગોંગ ત્સોની યથાસ્થિતિને ફેરફાર કરી દીધો છે. આ સેટેલાઈટ ફોટામાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે ચીની સેનાએ ઝીલના ઉત્તર કિનારાના વિસ્તારોમાં પોતાના ટેન્ટ લગાવી દીધા છે.

27 મેના રોજ સામે આવ્યા હતા ફોટા

27 મેના રોજ સામે આવ્યા હતા ફોટા

આ ફોટા 27મેના રોજ સામે આવ્યા છે અને તેમને પ્લેનેટ લેબ તરફથી રીલિઝ કરવામાં આવ્યા છે. આ ફોટાના અધ્યયનથી સ્પષ્ટ થાય છે કે ચીની સેનાએ માત્ર ફિંગર 8થી ફિંગર 8 સુધીની સ્થિતિમાં ફેરફાર કર્યો છે એટલુ જ નહિ પરંતુ એ વિસ્તારમાં એલએસીવાળા વિસ્તારમાં ઢાંચો તૈયાર કરી લીધો છે. આ વિસ્તારમાં સેનાની બટાલિયનને કમાંડ કરી ચૂકેલ કર્નલ(રિટાયર્ડ) એસ ડિની માનીએ તો આ સેટેલાઈટ ફોટાથી સ્પષ્ટ છે કે ચીને એ ઢાંચાને અહીં તૈયાર કરી લીધો છે જે અહીં પહેલેથી નહોતો. તેમનુ કહેવુ છે કે ફિંગર 4થી ફિંગર 8 સુધી આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનુ હોવુ સામાન્ય વાત નથી.

ફિંગર 4 પર ચીની ટેન્ટ

ફિંગર 4 પર ચીની ટેન્ટ

કર્નલ ડિનીના જણાવ્યા મુજબ ચીની સેનાએ અહીં પહેલા પણ ટેન્ટ લગાવ્યા છે પરંતુ આ સ્તરે ક્યારેય આક્રમકતા દેખાઈ નથી. જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અહીં દેખાઈ રહ્યુ છે તેનાથી સ્પષ્ટ છે કે સારી એવી સંખ્યામાં ચીની જવાનોને અહીં લાવવામાં આવી શકે છે. પ્લેનેટ લેબ્ઝ તરફથી આવેલ આ ફોટોમાં પેંગોંગ ઝીલની ઉત્તરમાં સ્થિત ફિંગર 8 અને ફિંગર 4 વચ્ચે ઘણા ટેન્ટ્સ જોવા મળી રહ્યા છે. લદ્દાખમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ તણાવનુ સાચુ કારણ આ જછે. પેંગોંગ ઝીલ પાસે સ્થિત પહાડોમાં ફિંગર 1થી 8 સુધી નામ આપવામાં આવ્યા છે. આ પશ્ચિમથી લઈને પૂર્વ સુધી છે. ભારતનુ માનવુ છે કે એલએસી ફિંગર આઠ સુધી છે પરંતુ ચીન માત્ર ફિંગર 4 સુધી જ આને સ્વીકારે છે.

આગળ નથી જઈ શકતા ભારતીય જવાન

આગળ નથી જઈ શકતા ભારતીય જવાન

ફિંગર 4થી 8 સુધીનુ અંતર લગભગ આઠ કિલોમીટરનુ છે. આનો અર્થ ચીની સેના ભારતીય સીમાના આઠ કિલોમીટર અંદર સુધી દાખલ થઈ ગઈ છે. ભારત પાસે ફિંગર 3 અને ફિંગર 2 પર એક આખી પોસ્ટ છે અને ફિંગર 3 અને ફિંગર 4 પર પ્રશાસનિક બેઝ છે જેને પેટ્રોલિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે. ફિંગર 8ની બીજી તરફ ચીની સેનાના બેઝ છે. અત્યાર સુધી ફિંગર 4 અને ફિંગર 8 પર કોઈ પણ નિર્માણ નહોતુ અને ટેન્ટ સાથે કોઈ પ્રકારનો ઢાંચો પણ અહીં નહોતો. ચીની સેના ફિગર 4 પર હાજર છે અને તે ભારતીય સેનાના જવાનોને ફિંગર 4થી આગળ વધવા નથી દેતી.

શું છે ફિંગર 4 અને ફિંગર 8

શું છે ફિંગર 4 અને ફિંગર 8

ફિંગર 8ના બીજા છોર પર ચીનની બોર્ડર પોસ્ટ છે. જ્યારે તે માને છે કે એલએસી ફિંગર 2થી પસાર થાય છે. લગભગ છ વર્ષ પહેલા ચીનની સેનાએ ફિંગર 4 પર સ્થાયી નિર્માણની કોશિશ કરી હતી. ત્યારબાદમાં ભારત તરફથી કડક વિરોધ બાદ પાડી દેવામાં આવ્યુ હતુ. ફિંગર 2 પર પેટ્રોલિંગ માટે ચીનની સેના હલકા વાહનોનો ઉપયોગ કરે છે અને અહીંથી પાછી જાય છે. પેટ્રોલિંગ દરમિયાન ભારતની પેટ્રોલિંગ ટીમ સાથે તેમનો સામનો થાય છે તે તેમને પાછા જવા માટે કહેવામાં આવે છે. ફિંગર 5 પર ઝઘડો થયો હતો. ભારતની સેના પગપાળા પેટ્રોલિંગ કરે છે અને વર્તમાન તણાવ દરમિયાન પેટ્રોલિંગને ફિંગર આઠ સુધી વધારવામાં આવી છે. મેના મહિનામાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફિંગર 5ના વિસ્તારમાં ઝઘડો થયો છે. આના કારણે બંને પક્ષોમાં અસંમતિ થયેલી છે.

ત્રણ ભાગમાં વહેચાયેલી છે LAC

ત્રણ ભાગમાં વહેચાયેલી છે LAC

એલએસી ત્રણ સેક્ટર્સમાં વહેંચાયેલી છે જેમાં પહેલો છે અરુણચાલ પ્રદેશથી લઈને સિક્કિમ સુધીનો ભાગ, મધ્યમાં આવે છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો ભાગ અને પશ્ચિમ સેક્ટરમાં આવે છે લદ્દાખનો ભાગ. ભારત, ચીન સાથેની એલએસી લગભગ 3,488 કિલોમીટર પર પોતાનો દાવો કર છે જ્યારે ચીનનુ કહેવુ છે કે આ બસ 2000 કિલોમીટર સુધી જછે. એલએસી બંને દેશો વચ્ચે એ રેખા છે જે બંને દેશોની સેનાઓ એલએસી પર પોતપોતાના ભાગમાં સતત પેટ્રોલિંગ કરતી રહે છે. બંને દેશોની સેનાઓ વચ્ચે ઝીલના વિવાદિત ભાગ પર પહેલા પણ ઘણી વાર ઝડપ થઈ ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X