કર્ણાટક ચૂંટણીના પરિણામો આવનારી લોકસભા ચૂંટણી માટે કેટલા મહત્વના? કોંગ્રેસ જીતશે તો શું બદલાશે?

ભારતમાં વારંવાર લોકશાહીનું હનન કરવાના આરોપોનો સામનો કરી રહેલી બીજેપી માટે કર્ણાટક જીતવુ કોઈપણ સંજોગોમાં જરૂરી છે. જો તેમ નહીં થાય તો બીજેપીને સત્તા ગુમાવવી પડશે. બીજી તરફ કર્ણાટકમાં કોંગ્રેસની જીત તેના સંજીવની જેવુ કામ કરશે.

મતદાન પુરૂ થયા બાદ સામે આવેલા એક્ઝિટ પોલના આંકડામાં બીજેપીની મુશ્કેલીઓ વધી રહેલી જોવા મળી રહી છે. જો આ એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરીએ બીજેપી માટે સત્તા બચાવવી મુશ્કેલ બની રહી છે. બીજી તરફ જો કોંગ્રેસ આ ચૂંટણી જીતશે તો આવનારી લોકસભા ચૂંટણી પહેલા આ જીત પાર્ટીને ફરી બેઠી કરી શકે છે.

Karnataka election

સામે આવેલા એક્ઝિટ પોલના આંકડાઓ પર વિશ્વાસ કરીએ અને બીજેપી કર્ણાટક ગુમાવે તો પાર્ટી દક્ષિણમાંથી એકદમ બહાર થઈ જશે. હાલ બીજેપી પાસે રહેલુ દક્ષિણનું એકમાત્ર રાજ્ય કર્ણાટક પણ હાથમાંથી જશે.

આ તો થઈ વાત વિધાનસભા ચૂંટણીની, પરંતુ આ રાજ્યમાં કોંગ્રેસની જીત બીજેપીને લોકસભામાં મોટો ફટકો આપી શકે છે. કર્ણાટકમાંથી 28 સભ્યો લોકસભામાં પહોંચે છે. કર્ણાટક ગુમાવવા સાથે જ બીજેપીનો અખિલ ભારતીય પાર્ટી હોવાનો દાવો પણ પોકળ સાબિત થશે.

મોટાભાગના રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે 2024ની મોટી લડાઈ પહેલા કર્ણાટક જીતવું એ કોંગ્રેસ માટે પોતાના તરફ માહોલ બનાવવાની સૌથી સારી તક છે. જો આ તકનો લાભ કોંગ્રેસને મળ્યો તો દેશની રાજનીતિમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.

કોંગ્રેસ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીતે તો આવનારી લોકસભા ચૂંટણીમાં આ તેના માટે સંજીવની સાબિત થશે. કર્ણાટકમાં લોકસભાની 28 બેઠકો છે તેમાંથી બીજેપી પાસે હાલ 25 લોકસભા સાંસદ છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 2 લોકસભા સાંસદો છે. 1 સીટ અન્યના ખાતામાં છે. અત્યારે લોકસભાની સીટો ​​મામલે કોંગ્રેસની સ્થિતી સારી નથી પરંતુ જો પાર્ટી વિધાનસભાની ચૂંટણી જીતે તો તેનો ફાયદો લોકસભાની ચૂંટણીમાં ચોક્કસપણે જોવા મળી શકે છે.

આ સિવાય બીજેપીએ તમિલનાડુ અને તેલંગાણામાં અભિયાન તેજ કર્યુ છે. અહીં બીજેપી સત્તાધારી પક્ષો સામે આક્રમક ઝુંબેશ ચલાવી રહ્યા છે. બીજી તરફ પીએમ મોદીની નજર કેરળ તરફ છે. જો કર્ણાટક હાથમાંથી જશે તો આ તમામ રાજ્યોમાં બીજેપીને મોટો ઝટકો લાગશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X