રામ મંદિરમાં કુલ કેટલા દરવાજા હશે? જાણો સામાન્ય લોકોને કેવી રીતે અને ક્યાંથી પ્રવેશ મળશે?

અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ ગયુ છે અને ઉદ્ધાટન માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે મંદિરને લઈને વિવિધ માહિતીઓ સામે આવી રહી છે.

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. રામ મંદિર ઉદ્ધાટનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન રામ 500 વર્ષ પછી પોતાના સિંહાસન પર બિરાજવા જઈ રહ્યા છે.

ram mandir

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ અઢી એકરમાં થઈ રહ્યું છે. ભગવાન રામનું આ મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે. આ મંદિરની કુલ ઊંચાઈ 162 ફૂટ હશે અને મંદિરમાં 392 સ્તંભ હશે. ગર્ભગૃહમાં 160 સ્તંભો અને ઉપરના માળે 132 સ્તંભો હશે.

રામ મંદિર ઉપરાંત વધુ 6 ભવ્ય મંદિરો બનાવવામાં આવશે. ભગવાન રામના વિવિધ સ્વરૂપોને અલગ-અલગ માળ સ્થાપિત કરવામાં આવશે. ભગવાન રામનું બાળ સ્વરૂપ ભોંયતળિયાના ગર્ભગૃહમાં રહેશે અને પહેલા માળના ગર્ભગૃહમાં રામ દરબાર બનાવાશે.

અયોધ્યામાં બની રહેલા આ ભવ્ય રામ મંદિરમાં કુલ 36 દરવાજા હશે. આ દરવાજાઓમાંથી 18 દરવાજા ગર્ભગૃહના હશે. રામ મંદિર માટે લગાવવામાં આવતા તમામ દરવાજા સાગના લાકડામાંથી બનાવવામાં આવી રહ્યા છે.

આ બધા દરવાજા સુંદર હશે અને તે સોનાથી જડેલા હશે. એક દરવાજામાં કુલ 3 કિલો સોનું હશે. આ દરવાજા હૈદરાબાદના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. મંદિરના દરવાજા પર પણ ખાસ કોતરણી કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X