આજે લોકસભા ચૂંટણી થાય તો બીજેપીને કેટલી સીટો મળે? ઓપિનિયલ પોલમાં ચૌકાવનારા આંકડા સામે આવ્યા
2024 લોકસભા ચૂંટણીમાં બીજેપી હારી હતી. જો કે તે ગઠબંધનના સહારે સરકાર બનાવવામાં સફળ રહી હતી.ટ
હવે આવનારી ચૂંટણી 2029 માં યોજાવાની છે ત્યારે તે પહેલા હાલ એક ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ પોલમાં હાલની સ્થિતીનો અંદાજ આપવામાં આવ્યો છે.

જો આજે લોકસભા ચૂંટણી યોજાય તો એનડીએનું પ્રદર્શન શાનદાર રહેવાની આશા છે અને તે 343 બેઠકો જીતી શકે છે. સર્વે અનુસાર ભારતીય જનતા પાર્ટી (BJP)ને 281 સીટો મળી શકે છે.
આ સ્થિતીમાં ભાજપ પોતાના દમ પર સરકાર બનાવી શકે છે. ઈન્ડિયા ટુડે ગ્રુપના CVoter's Mood of the Nation (MOTN) ઓપિનિયન પોલમાં આ દાવો કરવામાં આવ્યો છે.
ઈન્ડિયા ટુડે-સીવોટર મૂડ ઓફ ધ નેશન ઓપિનિયન પોલ અનુસાર, કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા બ્લોકે 2024ની લોકસભા ચૂંટણીમાં 232 બેઠકો મેળવી હતી તે આ પોલમાં 188 સીટો પર સમેટાઈ શકે છે. 2024ની ચૂંટણીમાં કોંગ્રેસને 99 બેઠકો મળી હતી, જે હવે ઘટી રહી છે.
સર્વે અનુસાર, કોંગ્રેસને 78 સીટો મળી શકે છે. આ સર્વે 2 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી 2025 દરમિયાન કરવામાં આવ્યો હતો. જેમાં તમામ 543 લોકસભા મતવિસ્તારમાંથી 125,123 લોકોના મંતવ્યોનું વિશ્લેષણ કરવામાં આવ્યું. આ સર્વેનો ઉદ્દેશ્ય દેશની સામાજિક, રાજકીય અને આર્થિક સ્થિતિને સમજવાનો હતો.
કોને કેટલી સીટો?
એનડીએ -343
ઈન્ડિયા બ્લોક - 188
અન્ય - 2












Click it and Unblock the Notifications
