No Confidence Motion : આઝાદી બાદ સંસદમાં કેટલી વાર અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરાયા, જાણો પુરો ઇતિહાસ
ભારતની સંસદમાં હંગામાનો માહોલ છે. નરેન્દ્ર મોદી સરકારની મણિપુરને લઈને નબળી નીતિને કારણે ત્યાંની મહિલાઓ સાથે અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે વિપક્ષ સંસંદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યુ છે.
ભારતની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા ભારતની સંસદમાં ઘણી વખત વિપક્ષી પાર્ટીઓ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી ચુકી છે. રેકોર્ડ અનુસાર, સરકાર સામે અત્યાર સુધીમાં કુલ 27 વખથ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યા છે.

આ અવિશ્લાસ પ્રસ્તાવ પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે છેલ્લો અવિશ્વાસ પ્રસ્તાવ જુલાઈ 2018માં લાવવામાં આવ્યો હતો. આ અવિશ્વાસ પ્રસ્તાવમાં વિપક્ષનો પરાજય થયો હતો અને તેની તરફેણમાં 126 મત પડ્યા જ્યારે 325 સાંસદોએ સરકારના સમર્થનમાં મત આપ્યા હતા.
દેશમાં પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ જવાહરલાલ નેહરુ સામે લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ સમાજવાદી નેતા આચાર્ય ક્રિપલાની લાવ્યા હતા. જો કે તેમાં તેમનો પરાજય થયો હતો અને 347 સાંસદોએ નહેરૂના સમર્થનમાં મત આપ્યા હતા. આ અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં 62 મત પડ્યા હતા.
લોકસભામાં તત્કાલિન ઇન્દિરા ગાંધી સરકાર સામે પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ઈન્દિરા ગાંધી સામે એક-બે નહીં પરંતુ 15 વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ સિવાય લાલ બહાદુર શાસ્ત્રી સરકાર સામે ત્રણ વખત અને નરસિંહ રાવ સરકાર સામે ત્રણ વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
આ સિવાય રાજીવ ગાંધી, ચૌધરી ચરણ સિંહ અને મનમોહન સિંહ સરકાર વિરૂદ્ધ 1-1 વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. હવે નરેન્દ્ર મોદી સરકાર સામે આ બીજો અવિશ્વાસ પ્રસ્તાવ છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, દેશમાં ત્રણ વખત અવિશ્વાસ પ્રસ્તાવને કારણે સરકાર પડી ચુકી છે. અવિશ્વાસ પ્રસ્તાવને કારણે 1990માં વીપી સિંહ સરકાર, 1997માં એચડી દેવગૌડા સરકાર અને 1999માં અટલ બિહારી વાજપેયી સરકારને સત્તા છોડવી પડી હતી.
હાલ સંસંદની સ્થિતી પર નજર કરીએ તો લોકસભામાં બીજેપી પાસે 301 સાંસદો છે અને NDA પાસે 333 સાંસદ છે. વિપક્ષ પાસે લોકસભામાં તેના 142 સાંસદો છે. જેમાંથી મોટા ભાગના કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસ પાસે 50 સાંસદો છે. આ સ્થિતિમાં સ્પષ્ટ છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવથી સરકારને કોઈ ફરક નહીં પડે.












Click it and Unblock the Notifications
