For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનુપમ ખેરનું નસીરુદ્દીન પર નિશાનઃ હજુ કેટલી આઝાદી જોઈએ તમારે?

હિંદી સિનેમાના પ્રખ્યાત અભિનેતા નસીરુદ્દીન શાહ સામે હવે તેમના સાથી કલાકારોએ પણ મોરચો ખોલી દીધો છે.

|
Google Oneindia Gujarati News

હિંદી સિનેમાના પ્રખ્યાત અભિનેતા નસીરુદ્દીન શાહને એ સમયે લોકોના ગુસ્સાના શિકાર થવુ પડ્યુ જ્યારે તેમણે કહ્યુ કે તેમને આ દેશમાં હવે ડર લાગવા લાગ્યો છે, સમાજમાં ઝેર ભળી ગયુ છે, લોકોએ શાહને તેમના એ નિવેદન માટે પણ ટ્રોલ કર્યા, લોકોએ તેમની સામે નિવેદનબાજી કરતા લખ્યુ કે નસીર સાહેબ રાજકીય ડ્રામા કરી રહ્યા છે. જ્યારે 26/11નો હુમલો થયો ત્યારે તેમને ડર ન લાગ્યો, આજે કેમ ડર લાગી રહ્યો છે, હવે તેમની સામે તેમના સાથી કલાકારોએ પણ મોરચો ખોલી દીધો છે.

નસીરુદ્દીનને અનુપમ ખેરે પૂછ્યુ - હજુ કેટલી આઝાદી જોઈએ?

નસીરુદ્દીનને અનુપમ ખેરે પૂછ્યુ - હજુ કેટલી આઝાદી જોઈએ?

હિંદી સિનેમાના જાણીતા અભિનેતા અનુપમ ખેરે નસીરુદ્દીનને સવાલ પૂછ્યો કે, ‘છેવટે હજુ કેટલી આઝાદી જોઈએ?' અનુપમ ખેરે કહ્યુ કે દેશમાં એટલી આઝાદી છે કે સેનાને અપશબ્દ કહી શકાય છે, એર ચીફની બુરાઈ કરી શકાય છે અને સૈનિકો પર પથરાવ કરી શકાય છે. નસીરુદ્દીન શાહને જે કહેવુ હતુ તે તેમણે કહી દીધુ પરંતુ આનો અર્થ એ નહિ કે જે કહેવામાં આવ્યુ તે સત્ય છે.

તમે કોના વિશે વાત કરી રહ્યા છો - અભિજીત ભટ્ટાચાર્ય

આ પહેલા ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ પણ કહ્યુ હતુ કે કાશ્મીરમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તેના પર નસીરુદ્દીન શાહે કંઈ પણ કહ્યુ નથી, આજે આ શેના વિશે વાત કરી રહ્યા છે.

68 વર્ષની ઉંમરે તેમને ડર કેમ લાગ્યો - અખિલ ભારત હિંદુ મહાસભા

68 વર્ષની ઉંમરે તેમને ડર કેમ લાગ્યો - અખિલ ભારત હિંદુ મહાસભા

અખિલ ભારત હિંદુ મહાસભાના જિલ્લા અધ્યક્ષ અને હિંદુ ન્યાય પીઠ હિંદુ મહાસભાના પ્રદેશ પ્રવકતા અભિષેક અગ્રવાલ તરફથી એક વીડિયો જારી કરવામાં આવ્યો હતો. આમાં નસીરુદ્દીન શાહને પૂછવામાં આવ્યુ હતુ કે 68 વર્ષની ઉંમરમાં તેમને કેમ ડર લાગ્યો, તમે જે ભૂમિકા ફિલ્મ સરફરોશમાં નિભાવી હતી આજે તેના જેવા જ લાગી રહ્યા છો. પોતાના સંદેશમાં નસીરુદ્દીન શાહ સામે દેશદ્રોહનો કેસ કરવાની માંગ કરતા કહ્યુ છે કે અન્યથાની દશામાં હિંદુ મહાસભા તેમને જવાબ આપવા માટે તૈયાર છે.

આજે ગાયનો જીવ માણસથી વધુ કિંમતી છે - નસીરુદ્દીન શાહ

આજે ગાયનો જીવ માણસથી વધુ કિંમતી છે - નસીરુદ્દીન શાહ

તમને જણાવી દઈએ કે દિગ્ગજ અભિનેતાઓમાંના એક ગણાતા નસીરુદ્દીન શાહે બુલંદશહર હિંસા પર એક વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે આજે દેશની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. સમાજમાં ચારે તરફ ઝેર ફેલાઈ ચૂક્યુ છે. આજે ગાયનો જીવ માણસથી કિંમતી છે. તેમણે કહ્યુ કે આજે કાયદો હાથમાં લેવાની ખુલ્લી છૂટ છે. કોઈ ક્યાંય પણ, ક્યારેય પણ, કોઈને પણ ગોળી મારી દે છે અને કોઈ કંઈ કરતુ પણ નથી. તેમણે કહ્યુ કે મને ડર નથી લાગતો પરંતુ દેશની સ્થિતિ પર ગુસ્સો આવે છે, પોતાના બાળકો માટે ચિંતા થાય છે.

સમાજમાં ઝેર ફેલાઈ ચૂક્યુ છેઃ નસીરુદ્દીન શાહ

સમાજમાં ઝેર ફેલાઈ ચૂક્યુ છેઃ નસીરુદ્દીન શાહ

એક વેબસાઈટ સાથે વાતચીત કરતા નસીરુદ્દીન શાહે કહ્યુ કે આપણે બુલંદશહર હિંસામાં જોયુ કે આજે દેશમાં એક ગાયના મોતનું મહત્વ પોલિસ અધિકારીના જીવથી વધુ હોય છે. મને એ વાતનો ડર લાગે છે કે ક્યાંક મારા બાળકોને ભીડે ઘેરી લીધા અને તેમને પૂછવામાં આવે કે તમે હિંદુ છો કે મુસલમાન? મારા બાળકો પાસે આનો કોઈ જવાબ નહિ હોય અને ત્યારબાદ ભીડ કંઈ પણ કરી શકે છે અને આપણામાંથી કોઈ કંઈ નહિ કરી શકે.

આ પણ વાંચોઃ 'નસીરુદ્દીનના ડર' વાળા નિવેદન પર ભડક્યા પહેલવાન યોગેશ્વર દત્તઆ પણ વાંચોઃ 'નસીરુદ્દીનના ડર' વાળા નિવેદન પર ભડક્યા પહેલવાન યોગેશ્વર દત્ત

English summary
how much more freedom do you want anupam kher slams naseeruddin shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X