For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગર્ભવતી મહિલાઓ ચેતજો - હોલી હૈ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 માર્ચ: રંગો, મોજ, મસ્તીનો તહેવાર એટલે હોળી. હોળી તહેવાર જ એવો છે કે નાના મોટા સૌને તેના રંગમાં રંગી દે. પણ જો તમે ગર્ભવતી હોવ તો જરા ચેતજો. કારણ કે આ હોળીનો તહેવાર તમારા અને તમારા બાળક માટે છે ખતરનાક. વિશેષજ્ઞોની વાત માનીએ તો ગર્ભઅવસ્થાના કારણે ગર્ભવતીની મહિલાઓની સ્ક્રીન આ સમયે ખૂબ જ સેન્સિટીવ થઇ જાય છે. એટલે આવા સમયે સમજદારી એમાં છે કે, ગર્ભવતી મહિલાઓ હોળીના રંગ અને મસ્તીથી દૂર રહે.
તો ચલો તમને કહી દઇએ કે જો તમે ગર્ભવતી હોવ તો તમારે આ હોળી કંઇ કંઇ વાતનું ખાસ ધ્યાન રાખવું.

રાસાણિક રંગોની રહેજો દૂર

રાસાણિક રંગોની રહેજો દૂર

ગર્ભઅવસ્થા દરમિયાન મહિલાઓની સ્ક્રીન થઇ જાય છે સેન્સિટીવ. માટે આ હોળી રહેજો રાસાણિક રંગોથી દૂર. આવા રંગોમાં ગ્લાસ પાવડર, અલ્ક્રાલિસ, લીડ, બેંજીન, એસિડ જેવા કેમિકલો મેળવેલા હોય છે. જે ખૂબ જ હાનિકારક છે.

રંગ છે કે ડાઇ

રંગ છે કે ડાઇ

કેટલાક રંગોમાં ડાઇનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી નર્વસ સિસ્ટમ, કિડની અને પ્રજનન તંત્ર પર આડઅસર થાય છે.

રમો હર્બલ હોળી

રમો હર્બલ હોળી

હર્બલ રંગોથી રમો હોળીનો ઉત્સવ. ફૂલો અને ફળોના રંગનો ઉપયોગ કરી બનેલા હર્બલ રંગોથી ગર્ભાઅવસ્થામાં હોળી રમવાની ગાયનેકોલોજિસ્ટ પણ સલાહ આપે છે.

પાણીથી ચેતજો

પાણીથી ચેતજો

ગર્ભવતી મહિલાઓએ પાણીથી બચીને રહેવું જોઇએ કારણકે પાણીમાં પડી જવાથી ગર્ભવતી મહિલાની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.

શરાબ અને ભાંગ કહો 'ના'

શરાબ અને ભાંગ કહો 'ના'

ગર્ભવતી મહિલાઓએ આવા સમયે શરાબ અને ભાંગનું સેવન ના કરવું જોઇએ. ભાંગ પ્રાકૃતિક પેય છે પણ તેમાં રહેલી નશા યુક્ત વસ્તુ બાળક માટે હાનિકારક સાબિત થઇ શકે છે

મિઠાઇ અને સોફ્ટ ડ્રિંક્સ રહો દૂર

મિઠાઇ અને સોફ્ટ ડ્રિંક્સ રહો દૂર

મિઠાઇ અને સોફ્ટ ડ્રિંક્સનું સેવન પણ આવા સમય ના કરવું જોઇએ કારણે તેમાં મોટા પ્રમાણમાં સર્કરા હોય છે. જે તમારા સુગર લેવલને વધારે છે જે બાળક માટે લાભકારી નથી.

બેસન નો ઉપયોગ કરો

બેસન નો ઉપયોગ કરો

રંગ નીકાળવા ચણાના લોટનો ઉપયોગ કરો. કેટલીક વાર મહિલાઓ રંગ નીકાળવા નેલપેન્ટ રિમૂવર જેવા કેમિકલનો ઉપયોગ કરતી હોય છે જે હાનિકારક છે. માટે રંગ નીકાળવા સૌથી સારો ઉપાય ચણાનો લોટ જ છે.

પાણીથી ધોઇ દો.

પાણીથી ધોઇ દો.

જો તમારી પર કોઇએ રયાણય યુક્ત રંગ નાખી દીધો હોય તો ચહેરો તરત જ પાણીથી ધોઇ દો.

હર્બલ વસ્તુઓ વાપરો

હર્બલ વસ્તુઓ વાપરો

રંગ નિકાળવા માટે હર્બલ વસ્તુઓનો ઉપયોગ કરો

ડોક્ટરની સલાહ

ડોક્ટરની સલાહ

રંગ લગાયા પછી જો ત્વચામાં બળતરા કે ડ્રાયનેસ લાગે તો તરત જ ડોક્ટરને બતાવી યોગ્ય સલાહ લો.

આંખોનું જતન કરો

આંખોનું જતન કરો

રંગ અને ગુલાલને પોતાની આંખોથી બચાવો.

English summary
Doctors Recommend some basic care so as not to let pregnancy mar the festive spirit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X