કોરોનાની કોવૅક્સિન અને કોવિશિલ્ડ રસીનો મિક્સ ડોઝ કેટલો સફળ રહ્યો?

કોરોનાની કોવૅક્સિન અને કોવિશિલ્ડ રસીનો મિક્સ ડોઝ કેટલો સફળ રહ્યો?

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસની બે રસી કોવિશિલ્ડ અને કોવૅક્સિનનો મિક્સ ડોઝનો પ્રયોગ સફળ રહ્યો છે અને તે એક જ રસીના બે અલગ અલગ ડોઝ કરતાં વધારે રક્ષણ આપી શકે છે એમ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચનું કહેવું છે.

'ધ હિંદુ'ના એક રિપોર્ટ પ્રમાણે કોવિશિલ્ડ અને કોવૅક્સિન બન્ને રસીના ડોઝને મિક્સ કરીને તેના પર પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં સકારાત્મક પરિણામ આવ્યું છે. આઇસીએમઆર દ્વારા તેની જાણકારી આપવામાં આવી છે.

સંશોધનમાં સામે આવ્યું કે એક ઍડિનોવાઇરસ વૅક્ટર પ્લૅટફૉર્મ આધારિત વૅક્સિનના સંયોજન સાથે રસીકરણ બાદ નિષ્ક્રિય વાઇરસવાળી વૅક્સિન ન માત્ર સુરક્ષિત હતી પરંતુ સાથે સાથે તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા પણ પ્રાપ્ત થઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ)ની કોવિડ-19 પર બનેલી સબ્જેક્ટ ઍક્સપર્ટ કમિટિએ પણ કોવિશિલ્ડ અને કોવૅક્સિન બન્નેને મિક્સ કરીને ટ્રાયલ કરવાની ભલામણ કરી હતી.

આ અભ્યાસ કુલ 98 લોકો પર કરવામાં આવ્યો હતો. જેમાંથી 18 લોકોને પહેલાં કોવિશિલ્ડ અને બાદમાં કોવૅક્સિનની રસી અપાઈ હતી. જેમાં એ પરિણામ સામે આવ્યું કે એક જ પ્રકારની રસીના બે ડોઝ કરતાં અલગ અલગ રસીના બે ડોઝ વધારે અસરકારક સાબિત થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે સરકારે હજી બે અલગ અલગ વૅક્સિનના ડોઝ આપવા અંગે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.


ટોકિયો ઑલિમ્પિકની પૂર્ણાહુતિ, ભારતનું પરફૉર્મન્સ કેવું રહ્યું?

https://www.youtube.com/watch?v=OzuNxVhHhZQ

ટોકિયો ઑલિમ્પિક પૂર્ણ થઈ ચૂક્યો છે. રવિવારે એક સમારોહમાં સમયે ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટિના પ્રમુખ થોમસ બાચે તેની સમાપ્તિની જાહેરાત કરી.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ અનુસાર થોમસ બાચે કહ્યું હતું કે ઑલિમ્પિકના ઇતિહાસનો આ સૌથી પડકારજનક ઑલિમ્પિક હતો. તેમણે જાપાનના નાગરિકો અને વિશ્વભરના ઍથ્લીટ્સનો આભાર માન્યો હતો.

જાપાનના નાગરિકોએ પણ કોરોનાના કેસમાં મોટો વધારો ન થવાથી રાહતનો દમ લીધો હતો.

જાપાનના વડાપ્રધાન સુગાએ પણ વિશ્વના દેશોનો આભાર માન્યો છે.

ટોકિયો ઑલિમ્પિકમાં ભાગ લેનારાં 205 દેશો અને રેફ્યુજી ટીમમાંથી 93 દેશોને એકંદરે એક મેડલ મળ્યો જ છે.

સમાપન સમારોહની તસવીર

ટોકિયો ઑલિમ્પિકમાં અમેરિકા 39 ગોલ્ડ સાથે મેડલ્સની યાદીમાં મોખરે રહ્યું છે, જ્યારે ચીન 38 સાથે બીજા ક્રમે છે. ભારત 1 ગોલ્ડ, બે સિલ્વર, ચાર બ્રોન્ઝ સાથે 48માં ક્રમે રહ્યું છે.

ઑસ્ટ્રેલિયાનાં મહિલા સ્વિમર એમ્પા મૅકેઓન 4 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ સાથે સૌથી વધુ મેડલ જીતનાર ખેલાડી બન્યાં છે.

પૂર્ણાહુતિ સમારંભમાં ભારતીય કાફલાનું નેતૃત્વ પહેલવાન બજરંગ પુનિયાએ કર્યું હતું.

હવે 2024નો ઑલિમ્પિક પેરિસમાં યોજાશે. વર્ષ 2028માં ઑલિમ્પિક લોસ એંજલસમાં અને 2032માં બ્રિસ્બેનમાં યોજાશે છે. ઉલ્લેખનીય છે કે 2034ના ઑલિમ્પિક માટે ભારતમાંથી અમદાવાદ શહેર અને નવી દિલ્હી દાવેદારી કરશે એવી ચર્ચા થઈ રહી છે.


https://youtu.be/OzuNxVhHhZQ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X