• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાનલેવા વિપત્તિથી બચવાની રીતો ઓડિશા પાસેથી શીખે અમીર દેશઃ અમેરિકી મીડિયા

|
Google Oneindia Gujarati News

ઓડિશા હાલમાં ભયંકર ચક્રવાત ફાનીનો સામનો કરી રહ્યો છે. ફ્લાઈટો રદ છે અને ટ્રેન સર્વિસીઝ પણ ઠપ્પ પડી છે. વળી, દુનિયાભરના વિશેષજ્ઞ આ તોફાન બાદ ભારત અને ખાસ કરીને ઓડિશા સ્થિત ઑથોરિટીઝની પ્રશંસા કરી રહ્યા છે. અમેરિકી વર્તમાનપત્ર ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યુ છે કે હાલના અમુક વર્ષોમાં ભારતના સૌથી ગરીબ રાજ્ય ઓડિશામાં અત્યાર સુધીનું સૌથી ભયાનક તોફાન આવ્યુ છે પરંતુ અહીંની સરકારે જે રીતે લોકોને ચેતવ્યા અને તેમને સુરક્ષિત ખસેડ્યા, તે દુનિયાના અમીર દેશો માટે એક સબક છે. વર્તમાનપત્રની માનીએ તો તોફાન સામે કેવી રીતે નિપટવાનું છે એ વાત તમે ગરીબ દેશ ભારત અને અહીંના ગરીબ રાજ્ય ઓડિશામાંથી શીખી શકો છો.

આ પણ વાંચોઃ નાગરિકતા વિશે ઉઠેલા સવાલ પર હવે અક્ષય કુમારે આપ્યુ મોટુ નિવેદનઆ પણ વાંચોઃ નાગરિકતા વિશે ઉઠેલા સવાલ પર હવે અક્ષય કુમારે આપ્યુ મોટુ નિવેદન

લોકોને મોકલવામાં આવ્યા 26 લાખ એલર્ટ મેસેજ

લોકોને મોકલવામાં આવ્યા 26 લાખ એલર્ટ મેસેજ

વર્તમાન પત્ર અનુસાર લોકોને ચેતવવા માટે અને એ જણાવવા માટે આગામી અમુક પળમાં શું થવાનુ છે, દરેક એ વ્યવસ્થા તૈનાત કરવામાં આવી જે સરકાર કરી શકતી હતી. સરકાર તરફથી 26 લાખ ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવ્યા. 43,000 વોલેંટિયર્સ, 1000 ઈમરજન્સી વર્કર્સ, ટીવી કોમર્શિયલ્સ, કિનારાની સાયરન, બસ, પોલિસ ઓફિસર્સ અને સાર્વજનિક સેવાઓ સાથે જોડાયેલી સિસ્ટમ બધુ આ તોફાનના કારણે થનારા નુકશાનને ઘટાડવા માટે લગાવી દેવામાં આવ્યુ હતુ. એક જ મેસેજને સ્થાનિક ભાષામાં લખીને વારંવાર મોકલવામાં આવ્યો અને આ એકદમ સ્પષ્ટ શબ્દોમાં લોકોને ચેતવી રહ્યુ હતુ. મેસેજ હતો, ‘એક તોફાન આવી રહ્યુ છે અને તમે લોકો સુરક્ષિત જગ્યાએ તરત શરણ લઈ લો.'

અર્લી વોર્નિંગ સિસ્ટમની સફળ કહાની

અર્લી વોર્નિંગ સિસ્ટમની સફળ કહાની

આ મેસેજે પ્રભાવી રીતે પોતાનુ કામ કર્યુ. વાવાઝોડુ ફાની શુક્રવારે સવારે ઓડિશા સાથે ટકરાયુ અને જોતજોતામાં 123 માઈલ પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવા લાગ્યો. આ બહુ ખતરનાક બની શકતુ હતુ પરંતુ શનિવારે સવાર સુધી આ તોફાનના કારણે થનાર મોત પર અંકુશ લગાવાઈ શકાયો. અત્યાર સુધી જેટલુ નુકસાન થયુ છે તે વિશે હજુ સુધી કોઈ અનુમાન નથી પરંતુ માત્ર અમુક લોકોના માર્યા જવાના સમાચાર છે. ન્યૂયોર્ક ટાઈમ્સની માનીએ તો આ અર્લી વોર્નિંગ સિસ્ટમની સફળતાની કહાની છે. જે લોકો પર સૌથી વધુ જોખમ હતુ તેમને ખસેડી લેવામાં આવ્યા હતા.

એક વિકાસશીલ દેશની ઉપલબ્ધિ

એક વિકાસશીલ દેશની ઉપલબ્ધિ

વિશેષજ્ઞની માનીએ તો આ એક ઉપલબ્ધિ છે. ખાસ કરીને એક ગરીબ રાજ્ય અને એક વિકાસશીલ દેશ માટે નિશ્ચિત રીતે આ એક મીલનો પત્થર છે. પહેલાની વિપત્તિઓને ભૂલીને હવે દેશમાં લાખો લોકોને ઝડપથી સાથે સુરક્ષિત જગ્યાઓએ પહોંચાડવામાં આવી રહ્યા છે. વર્તમાનપત્રએ પૂર્વ નેવી એફિસર અને ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં મેરીટાઈમ પૉલિસી સાથે કાર્યરત અભિજીત સિંહ કહે છે કે આની કલ્પના કોઈએ પણ કરી નહોતી. આ તોફાન બાંગ્લાદેશ પણ પહોંચ્યુ છે અને ત્યાં મોતનો આંકડો ઘણો વધુ છે.

20 વર્ષમાં બદલાઈ છે સ્થિતિ

20 વર્ષમાં બદલાઈ છે સ્થિતિ

ન્યૂયોર્ક ટાઈમ્સની માનીએ તો ત્યાં લાખો લકોને યોગ્ય સમયે સુરક્ષિત જગ્યાએ પહોંચાડી શકાયા નહિ. 20 વર્ષ પહેલા ભારતમાં આ સ્થિતિ નહોતી અને એક તોફાનના કારણે હજારો લોકોના મોત થઈ ગયા હતા. ઘણા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયુ હતુ. અમુક લોકોના શબ તો તેમના ઘરોથી દૂર મળી આવ્યા હતા. તે તોફાન બાદ ઓડિશાની ઑથોરિટીઝે નક્કી કર્યુ હતુ કે હવે આ વિપત્તિથી નુકશાન નહિ થાય. રાજ્યના સ્પેશિયલ રિલીફ કમિશ્નર બિશ્નુપદા સેઠીએ જણાવ્યુ, ‘અમે આ વિશે ઘણા ગંભીર છે કે હવે કોઈના મોત ન થવા જોઈએ. આ એક દિવસનું કામ નથી પરંતુ 20 વર્ષ લાગ્યા અહીં સુધી પહોંચવામાં.'

રાત સુધી લાખો લોકો પહોંચ્યા સુરક્ષિત સ્થળે

રાત સુધી લાખો લોકો પહોંચ્યા સુરક્ષિત સ્થળે

વર્ષ 1999માં પહેલુ પગલુ લેવામાં આવ્યુ હતુ અને તે સમયે કિનારાઓ પાસે સેંકડો એવા આશ્રય સ્થાનો બનાવવામાં આવ્યા જે લોકોને તોફાનથી બચાવી શકતા હતા. રાજ્યની વસ્તી 46 મિલિયન છે અને આટલી વસ્તી એકલા સ્પેનની છે. સરેરાશ આવક રોજિંદી લગભગ 400 રૂપિયાથી પણ ઓછી છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગુરુવારની સવારે ઓડિશાની સરકારે એક પાંચ પેજનો એક્શન પ્લાન રિલીઝ કરી દીધો હતો. આમાં સૌથી મહત્વનું હતુ લોકોને શેલ્ટર્સ સુધી પહોંચાડવાનું હતુ. ઓડિશા પહેલા પણ ઘણા તોફાનોનો સામનો કરી ચૂક્યુ છે, ત્યારબાદ પણ ઓફિસર્સે ઘણી વાર ઈવેક્યુએશન પ્લાનને વાંચ્યો અને દરેક વખતે તેમાં ફેરફા કરવામાં આવ્યા હતા. રાત થતા થતા બધા લોકો શેલ્ટર્સ સુધી આવી ગયા હતા. શુક્રવારની સવારે તોફાને ઓડિશાં દસ્તક દીધી હતી.

English summary
New York Times has thrown lights upon how Indian authorities have responded the Cyclone Fani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X