વાનાક્રાય રેન્સમવેર અટેકનો ડર, બેંગ્લોરમાં 100થી વધુ ATM બંધ

Written By:
Subscribe to Oneindia News

હાલના દિવસોમાં સમગ્ર વિશ્વમાં સાઇબર અટેકનો ભય ફેલાઇ રહ્યો છે, સમગ્ર દેશમાં અનેક સ્થળોએ એટીએમ બંધ કરી દેવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યું છે કે, ગૃહ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી દેશભરના અનેક એટીએમ બંધ કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે સાંજે આરબીઆઇ તરફથી કહેવામાં આવ્યું હતું કે, 'આમાં ડરવા જેવું કશું નથી, આપણે સુરક્ષિત છીએ.' આમ છતાં હજુ પણ દેશના અનેક સ્થળોએ એટીએમ કામ નથી કરી રહ્યાં.

atm

100થી વધુ એટીએમ છે બંધ

આઇટી હબ તરીકે જાણીતા બેંગ્લોરમાં લગભગ 100થી પણ વધુ એટીએમ બંધ છે, અહીંના લોકોને ફરી એકવાર કેશની અછતનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જૂના એટીએમ ખૂબ સરળતાથી વાનાક્રાય રેન્સમવેરની ઝપટમાં આવી શકે છે, પરંતુ જ્યાં નવું વિન્ડો સિસ્ટમ 10 લગાવવામાં આવ્યું છે, તેની પર આ રેન્સમવેર વાયરસ અટેક નહીં કરી શકે. બેંગ્લોરમાં હજુ પણ ઘણી જગ્યાએ જૂની સ્ટાયલના એટીએમ છે.

18000થી વધુ એટીએમની સમસ્યા

બેંકો તરફથી કહેવાઇ રહ્યું છે કે, ટૂંક સમયમાં જ એટીએમ પહેલાની જેમ ચાલુ કરી દેવામાં આવશે, એમાં ચિંતાની કોઇ વાત નથી. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં 18000 એટીએમ હાલ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

Windows XP

રેન્સમ વાયરલ એક રીતનું માલવેર છે, જે કમ્પ્યુટરને રિમોટલી લોક કરી ડેટા એન્ક્રિપ્ટ કરી લે છે, તેને અનલોક કરવા માટે હેકર્સ પૈસાની માંગણી કરી છે. આ વાયરસ જોખમરૂપ છે, તે મેમરીથી લઇને દરેક વસ્તુ ખરાબ કરી દે છે. આ વાયરસને કારણે સૌથી વધુ નુકસાન Windows XPને થઇ રહ્યું છે.

ભારતમામ મોટા ભાગની ઓફિસોમાં Windows XP નો ઉપયોગ કરવામાં આવે છે, એટીએમ હોય કે પ્રાઇવેટ/સરકારી ઓફિસ, દરેક જગ્યાએ આની પર જ કામ વધુ થાય છે. આ કારણે સાયબર અટેકના સમાચાર બાદ એટીએમ બંધ છે અને લોકોને તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

English summary
Hundreds of ATMs across Indias tech hub remained shut for the second day due to possible virus attack by WannaCry ransomware and cash crunch, said a bank official on Tuesday.
Please Wait while comments are loading...