પ્રેમ સામે ઝૂક્યો પતિ, પ્રેમી પાસે જવા પત્નીને કરી આઝાદ
પટણા, 23 ડિસેમ્બરઃ લગ્નના એક સપ્તાહ પછી પણ જો પતિને પોતાની પત્નીને તેના પ્રમી સુધી પહોંચાડવી પડે તો આને પતિની દરિયાદિલી કહેવામાં આવે કે પછી સાચા પ્રેમની જીત? આ કહાની ભલે તમને ફિલ્મી લાગે પરંતુ આ સાચી છે. પટણામાં સરકારી વિભાગમાં એક મોટા હોદ્દા પર કાર્યરત એક યુવકના લગ્ન ધામધૂમથી મોતિહારીની એક યુવતી સાથે એક પખવાડિયા પહેલા થયા હતા.

તેણે સ્પષ્ટ કહી દીધું કે તે આ સંબંધને આગળ વધારી શકતી નથી. ત્યારબાદ બન્ને પટણા પરત આવી ગયા. પટણા આવ્યા બાદ પતિ-પત્ની મહિલા પોલીસ મથકે પહોંચ્યા. પટણા મહિલા પોલીસ મથક પ્રભારી મૃદુલા કુમારીએ સોમવારે જણાવ્યું કે, બન્નેની વાતો સાંભળીને બન્નેના પરિવારજનોને બોલાવવામાં આવ્યા અને આખી સ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે, યુવતીને ઘણી સમજાવવામાં આવી પરંતુ યુવતી કોઇપણ સ્થિતિમાં આ સંબંધને આગળ વધારવા માગતી નથી અને બન્ને બાલિક પણ છે. બન્નેને ન્યાયાલય મોકલવામાં આવ્યા, જ્યાં છૂડાછેડાના પેપર પર સાઇન કરવામાં આવી. ત્યારબાદ પતિએ પોતાની પત્નીને પ્રેમી પાસે જવા માટે આઝાદ કરી દીધી.












Click it and Unblock the Notifications
