For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેમી સાથે ફિલ્મ જોઈ રહી હતી પ્રેમિકા, અચાનક સામે પતિ આવ્યો

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ જિલ્લાના મોદીનગર વિસ્તારમાં પ્રેમ પ્રકરણનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ જિલ્લાના મોદીનગર વિસ્તારમાં પ્રેમ પ્રકરણનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, પ્રેમી સાથે થિયેટરમાં ફિલ્મ જોતી એક મહિલાને સિનેમાહોલમાં તેના પતિએ પકડી લીધી. પતિના અચાનક આવવાને કારણે મહિલાએ તેના પ્રેમી પર જ તેનો પીછો કરવાનો આરોપ લગાવીને તેની ધુલાઈ કરવાનું ચાલુ કરી દીધું એટલું જ નહીં તેને પ્રેમી વિરુદ્ધ છેડછાડનો આરોપ લગાવીને પોલીસમાં તેની ફરિયાદ પણ કરી દીધી. પ્રેમીએ પોલીસને આખી વાસ્તવિકતા જણાવી ત્યારે તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા.

પ્રેમી સાથે ફિલ્મ જોવા ગાઝિયાબાદ પહોંચી

પ્રેમી સાથે ફિલ્મ જોવા ગાઝિયાબાદ પહોંચી

મોદીનગરની રહેવાસી આ મહિલા ઘણા લાંબા સમયથી એક યુવકના પ્રેમમાં હતી. તેના પતિને આ અંગે શંકા હતી. મહિલા શાળામાં શિક્ષિકા છે. મંગળવારે આ શિક્ષિકા શાળાએ ન ગઈ અને પોતાના પ્રેમી સાથે ફિલ્મ જોવા ગાઝિયાબાદ ગઈ. તેના પતિને કોઈક આ વાતનો અહેસાસ થયો. તે પણ તેની પાછળ સિનેમા હોલમાં ગયો.

પતિની સામે પ્રેમીની ધુલાઈ કરી નાખી

પતિની સામે પ્રેમીની ધુલાઈ કરી નાખી

જ્યારે મહિલા ફિલ્મના ઈન્ટરવલ દરમિયાન બહાર આવી ત્યારે તેણી અચાનક જ તેના પતિને સામે જોઈને ગભરાઈ ગઈ. પોતાને બચાવવા માટે મહિલાએ નવી યુક્તિ લગાવી અને ચાલતી વખતે નજીકમાં ઉભેલા તેના પ્રેમીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. તેને પોતાના પ્રેમીને ખૂબ સંભળાવ્યું અને કહ્યું કે તે દરરોજ શા માટે તેનો પીછો કરે છે? અચાનક હોબાળો થતાં લોકોના ટોળા ત્યાં આવી ગયા. જોકે, ત્યાં હાજર બંને પક્ષોને શાંત કરી ઘરે મોકલી દેવાયા હતા.

પ્રેમીએ પોલીસને હકીકત જણાવી

પ્રેમીએ પોલીસને હકીકત જણાવી

આ પછી શિક્ષિકા બુધવારે પોલીસ સ્ટેશન પહોંચી અને પ્રેમી વિરુદ્ધ ફરિયાદ આપી હતી. તેણી સાથે તેનો પતિ પણ હતો. આરોપ છે કે આરોપી લાંબા સમયથી તેનો પીછો કરે છે. પોલીસને તેના નિવેદનો અંગે શંકા ગઈ ત્યારે તેણે આરોપી વ્યક્તિને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. આરોપીએ પોલીસને તેના પ્રેમસંબંધ વિશે જણાવ્યું હતું. જ્યારે બધા ફોટા અને વીડિયો બતાવવામાં આવ્યા, ત્યારે આખી સત્ય બહાર આવ્યું. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: છોકરીના કપડા પહેરીને હોસ્ટેલમાં કરે છે ચોરી, સીસીટીવીમાં દેખાયો ચોર

English summary
husband caught his wife with her lover in cinema hall
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X