છોકરીના કપડા પહેરીને હોસ્ટેલમાં કરે છે ચોરી, સીસીટીવીમાં દેખાયો ચોર
દિલ્હીની જાણીતી કોલેજ શ્રી રામ કોલેજ ઓફ કોમર્સની ગર્લ્સ હોસ્ટેલમાં વિચિત્ર ચોરના સમાચાર પ્રકાશમાં આવ્યા છે.
દિલ્હીની જાણીતી કોલેજ શ્રી રામ કોલેજ ઓફ કોમર્સની ગર્લ્સ હોસ્ટેલમાં વિચિત્ર ચોરના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. મળેલી માહિતી મુજબ અહીં એક શંકાસ્પદ ચોર છે જે છોકરીના પોશાકમાં ચોરીની ઘટનાને અંજામ આપે છે. જોકે પોલીસને હજુ સુધી આ ચોરની માહિતી મળી નથી અને ન તો પોલીસ તેને પકડી શકી. હકીકતમાં, કેટલાક વિદ્યાર્થીઓએ ડેબિટ કાર્ડ્સ દ્વારા પૈસા ઉપાડી લેવાની અને ખરીદીની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી જ્યારે પોલીસે છાત્રાલયના સીસીટીવી કેમેરાની તલાશી લીધી ત્યારે એક શંકાસ્પદ છોકરો છોકરીના ડ્રેસમાં ફરતો હોવાનું બહાર આવ્યું છે.

સીસીટીવી ફૂટેજમાં દેખાયો
સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે આ વ્યક્તિ છોકરીના વેશમાં હોસ્ટેલમાં ઘૂસે છે, પોલીસને શંકા છે કે તે ચોર જ હોસ્ટેલમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યો છે. વિદ્યાર્થીઓએ પોતે જ આ વાતનો ખુલાસો કર્યો છે કે તેમને પણ શંકા છે કે કોઈ હોસ્ટેલમાં છોકરીના વેશમાં પ્રવેશ કરે છે. પોલીસ કહે છે કે હોસ્ટેલમાં ચોરી કોઈ છોકરો કરે છે કે છોકરી આ વાતની પુષ્ટિ ત્યારે જ થઈ શકે છે જયારે આરોપી પકડાશે. 12 સપ્ટેમ્બરે જયારે કોલેજમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે તે સમયે બે ઓરડાઓમાંથી ડેબિટ કાર્ડ, બે હજાર રૂપિયા અને એક હજાર રૂપિયાની ચોરી થઈ હતી.
કાર્ડમાંથી પૈસા ઉપાડ્યા
પોલીસે જણાવ્યું કે વિધાર્થીનીએ ડેબિટ કાર્ડના કવર પર કાર્ડનો પિન નંબર લખ્યો હતો, જેના કારણે તેનો દુરૂપયોગ થયો હતો. આરોપીઓએ તેનો ફાયદો ઉઠાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીએ વિદ્યાર્થીનીના ખાતામાંથી આશરે 46 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા, જ્યારે આરોપીએ બીજી દુકાનમાંથી ઘણો સામાન ખરીદ્યો છે.
પોલીસ શોધ કરી રહી છે
સીસીટીવી ફૂટેજમાં આ ચોરી જોવા મળી શકે છે કે આ ચોરી ત્યારે થઇ જ્યારે વિદ્યાર્થીનીઓ મેસમાં પોતાનું ભોજન ખાવા ગઈ હતી. ફૂટેજમાં એમ પણ જોઇ શકાય છે કે ચૂંટણીના દિવસે, એક શંકાસ્પદ મહિલા બપોરે 1.30 વાગ્યે હોસ્ટેલના રૂમમાં પ્રવેશ કરે છે અને બપોરે 2 વાગ્યે રવાના થાય છે. જોકે પોલીસે પુષ્ટિ આપી નથી કે તે છોકરો છે. ફૂટેજમાં જોવા મળે છે કે ચોરએ ટોપ અને જીન્સ પહેર્યો છે અને તેનો ચહેરો છુપાવવા માટે તેના ગળા પર કાળો સ્કાર્ફ પેહર્યો છે.
આ પણ વાંચો: ચાલતી સ્કુટી પર અશ્લીલ હરકત કરતા કપલનો વીડિયો વાયરલ
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
