Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'બે પત્ની વચ્ચે વહેંચાયો પતિ, 3-3 દિવસ બંને સાથે રહેવુ પડશે, એક દિવસ રજા પણ મળશે' વાંચો અનોખો કિસ્સો

બિહારના પૂર્ણિયા જિલ્લામાંથી એક ખૂબ જ વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પતિ તેની બે પત્નીઓ વચ્ચે વહેંચાયેલો છે. હવે આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે. મળતી માહિતી અનુસાર, આ વિભાજન કોઈ પંચાયત કે પરિવારની સંમતિથી થયું ન હતું. તેના બદલે આ નિર્ણય પોલીસ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં જાહેર કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેમેલી કોર્ટના કરાર હેઠળ પતિએ અઠવાડિયામાં ત્રણ-ત્રણ દિવસ તેની બંને પત્નીઓ સાથે રહેવું પડશે. જ્યારે વ્યક્તિને એક દિવસની રજા આપવામાં આવશે. બે પત્નીઓ વચ્ચે ફસાયેલા પતિએ પણ પોલીસ સમક્ષ આ પ્રસ્તાવ પર સંમતિ આપી દીધી છે.

જોકે, જે વ્યક્તિ બે પત્ની વચ્ચે વહેંચાયેલો છે તેના પર આરોપ છે કે,, તેણે તેની પહેલી પત્નીને જાણ કર્યા વગર બીજા લગ્ન કરી લીધા હતા. મળતી માહિતી મુજબ, આ વ્યક્તિને પ્રથમ પત્નીથી બે બાળકો પણ છે.

જો કે, તેના બીજા લગ્નની જાણકારી તેની પહેલી પત્નીને પડી ત્યારે તેના પગની નીચેથી જમીન ખસી ગઈ અને સમગ્ર મામલો લઈને તે પોલીસ સ્ટેશન પહોંચી હતી. જો કે, આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ મામલો ફેમેલી કાઉન્સિલિંગ સેન્ટર પહોંચ્યો હતો અને ત્યારબાદ બંને પક્ષોને ફેમેલ કાઉન્સિલિંગ સેન્ટર બોલાવવામાં આવ્યા હતા.

twowife-1739619137

શુક્રવારે બધા ત્રણેય લોકો કાઉન્સેલિંગ સેન્ટર પહોંચ્યા. અહીં પહેલી પત્નીએ તેના પતિ પર આરોપ લગાવ્યો કે તેણે સાત વર્ષ પહેલાં છૂટાછેડા લીધા વિના બીજા લગ્ન કર્યા અને બંને બાળકોના શિક્ષણ અને ભોજનનો ખર્ચ ન ચૂકવ્યો. આ સમય દરમિયાન પતિએ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરની સામે પોતાની ભૂલ સ્વીકારી અને પોતાની પહેલી પત્ની અને બાળકો પાસે પાછા જવા માટે સંમત થયો.

જો કે, પહેલી પત્ની તેના આ નિર્ણયથી રાજી ન હતી કારણ કે, તેને બીજી પત્નીથી પણ બે બાળકો છે, જેથી આ દરમિયાન તે એક મોટા પ્રશ્નમાં ફસાઈ ગયો હતો. બંને પત્ની એક બીજા સાથે રહેવા માંગતી ન હતી અને બંને તેની સાથે ઝઘડો કરતી હતી અને ધમકીઓ આપતી હતી.

જો કે, આ દરમિયાન ફેમેલ કાઉન્સેલિંગ સેન્ટરે બંને મહિલાઓને જણાવ્યું હતુ કે, આ પરિસ્થિતિ પર તેમના પતિને જેલમાં જવુ પડશે, ફેમેલી કાઉન્સેલિંગ સેન્ટરની આ વાતથી બંને મહિલાઓ ડરી ગઈ હતી.

જો કે, આ દરમિયાન ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરે પતિને પહેલી પત્ની સાથે ચાર દિવસ અને બીજી પત્ની સાથે ત્રણ દિવસ રહેવા કહ્યું. બીજી પત્નીએ આનો વિરોધ કર્યો અને ઘણો હોબાળો મચાવ્યો. આ પછી, પતિને બંને પત્નીઓ વચ્ચે 3-3 દિવસ માટે વહેંચી દેવામાં આવ્યો. અને બાકીનો એક દિવસ તે પોતાની ઈચ્છા મુજબ ગમે ત્યાં વિતાવી શકે છે. બંને પત્નીઓ આ નિર્ણય સાથે સંમત થઈ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X