પત્નીને જુગારમાં હારી ગયો પતિ, મિત્રોને બોલાવીને ઓફર આપી

ઉત્તરપ્રદેશના નોઇડામાં એક પતિએ પોતાની પત્નીને જુગાર રમતા તેને દાવ પર લગાવી દીધી. હદ ત્યારે થઇ જયારે તે પોતાની પત્નીને જુગારમાં હારી ગયો

ઉત્તરપ્રદેશના નોઇડામાં એક પતિએ પોતાની પત્નીને જુગાર રમતા તેને દાવ પર લગાવી દીધી. હદ ત્યારે થઇ જયારે તે પોતાની પત્નીને જુગારમાં હારી ગયો અને મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું. હાલમાં મહિલાની ફરિયાદના આધારે પોલીસે તેના પતિને કસ્ટડીમાં લીધો છે. પોલીસ આરોપી પતિની પૂછપરછ કરી રહી છે.

gambling

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૂળ મહિલા ગોરખપુરની છે, તે તેના પરિવાર સાથે સેક્ટર -31 માં એક ગામમાં રહે છે. મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેનો પતિ સોમવારે તેના ત્રણ મિત્રો સાથે જુગાર રમતો હતો. પૈસા પુરા થઇ ગયા પછી તેને પોતાની પત્નીને દાવ પર લગાવી દીધી અને જુગારમાં હારી ગયો.

પીડિતાએ જણાવ્યું કે પતિ જુગારમાં હાર્યા બાદ ઘરે આવ્યો હતો. પતિએ મિત્રોને ઘરે પણ બોલાવ્યા હતા અને તેને અશ્લીલ વીડિયો બતાવ્યા હતા. તેણે તેને મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવાનું પણ કહ્યું. તે જ સમયે, આ કેસમાં પોલીસ સ્ટેશન સેક્ટર -20 ના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રાજવીરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદના આધારે આરોપી પતિની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે જ તેના મિત્રોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: રેપ અને પૉક્સો કેસોને જલ્દી ઉકેલવા માટે સરકાર ઉઠાવી રહી છે આ પગલા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X