પતિ-પત્નીના સંબંધોમાં વિલન બન્યાં જીન્સ-ટીશર્ટ

સંતોષ વિશ્વકર્મા અને તેમના પત્ની નિક્કીના લગ્નને પાંચ વર્ષ કરતા પણ વધુ સમય થઇ ગયો છે, તેમને એક પુત્રી પણ છે. નિક્કીને સાડી, સલવાર-શૂટ પહેરવા પસંદ નથી, તો પતિ સંતોષને પત્નીનું જીન્સ ટીશર્ટ પહેરવું સમાજની ગરીમાની વિરુદ્ધ લાગે છે. બસ આ જ વાતે બન્નેમાં તકરાર ચાલી રહી છે.
સંતોષનો તર્ક છેકે સમાજમાં વિવાહિત મહિલાઓને જીન્સ ટીશર્ટ પહેરવું સારું નથી. તે ઇચ્છે છે કે નિક્કી આમ મહિલાઓની જેમ સાડી અને સલવાર-શૂટ પહેરે. પરિવારના અન્ય લોકોને પણ નિક્કીને જીન્સ ટીશર્ટ પહેરવું પસંદ નથી.
બીજી તરફ નિક્કી જીન્સ ટીશર્ટને સાડી કરતા વધુ સુવિધાજનક પહેરવાનું માને છે. તેમનું કહેવું છે કે, સાડી સંભાળી શકાતી નથી, તો જીન્સ ટીશર્ટ તેમના માટે આરામદાયક પહેરવેશ છે. નિક્કી પ્રશ્ન કરે છે કે સંતોષે લગ્ન બાદ પત્નીને સાડી જ પહેરાવી હતી તો લગ્ન પહેલા જ આ વાતનો ખુલાસો કરવો જોઇતો હતો.
સંતોષ અને નિક્કી પોત-પોતાની વાત પર અડેલા છે. જો વિવાદ એટલો વધી ચુક્યો છે કે બન્નેમાં તકરાર થવા એ સામાન્ય થઇ જયું છે. પહેરવેશના મામલે હવે પરામર્શ કેન્દ્ર સુધી પંહોચી ગયો છે. મહિલા પોલીસ મથક સ્થિત પરામર્શ કેન્દ્રના પરામર્શદાતા બન્નેને સમજાવી રહ્યાં છે, પરંતુ બન્ને નમતું જોવાખ તૈયાર નથી.
પરામર્શદાતાઓનું માનવું છે કે, પતિ-પત્નીના સંબંધો ઘણા નાજૂક હોય છે, તેતી આ પ્રકારે વિવાદને વધારવો જોઇએ નહી. જીન્સ-ટીશર્ટને લઇને પતિ-પત્ની વચ્ચે વદી રહેલા વિવાદમાં પરામર્શદાતાની ભૂમિકા મહત્વની છે. હવે જોવાનું એ છે કે તેમની ભૂમિકા આ વિખેરાઇ રહેલા પરિવારમાં માટે કેટલી કારગર સાબિત થાય છે.












Click it and Unblock the Notifications
