હૈદરાબાદ બ્લાસ્ટ : બિહારના મુંગેરથી 10ની ધરપકડ

હૈદરાબાદ વિસ્ફોટોની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ) કરી રહી છે. 10 લોકોની ધરપકડ થવા છતાં હજી સુધી એ સ્પષ્ટતા થઇ શકી નથી કે આ બ્લાસ્ટ પાછળ કયા સંગઠનનો હાથ હતો. હૈદરાબાદ ડબલ બોમ્બ વિસ્ફોટની તપાસમાં અત્યાર સુધી કોઇ નોંધપાત્ર સફળતા મળી શકી નથી.
ઉલ્લેખનીય છે કે 21 ફેબ્રુઆરીની સાંજે શહેરના વ્યસ્ત ગણાતા વ્યાપારિક કેન્દ્ર દિલસુખનગરમાં થોડી મીનિટોના અંતરે બે બોમ્બ વિસ્ફોટો થયા હતા. આ વિસ્ફોટોમાં 17 લોકો માર્યા ગયા હતા અને 117 જેટલા લોકો ઘાયલ થયા હતા.












Click it and Unblock the Notifications
