હૈદરાબાદ રેપ મર્ડરઃ રેપથી બચવા ફિલ્મ નિર્માતાએ મહિલાઓને આપી શરમજનક સલાહ

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે થયેલી હેવાનિયતની ઘટનાએ આખા દેશને હલાવીને રાખી દીધો છે.

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે થયેલી હેવાનિયતની ઘટનાએ આખા દેશને હલાવીને રાખી દીધો છે. આ ઘટના વિશે દેશભરમાં ગુસ્સાનો માહોલ છે અને દોષિતોને વહેલી તકે ફાંસી પર લટકાવાની માંગ ઉઠી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો સતત આ ઘટનાના વિરોધમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે. દેશની રાજધાની દિલ્લીમાં પણ દિલ્લી મહિલા પંચની અધ્યક્ષ સ્વાતી માલીવાલે આમરણાંત ઉપવાસ કરવાની માંગ કરી છે કે હૈદરાબાદના દોષિતોને 6 મહિનાની અંદર ફાંસી આપવામાં આવે. આ દરમિયાન ડેનિયલ શ્રવણ નામના એક કથિત ફિલ્મ નિર્માતાઓ મહિલાઓને બળાત્કાર જેવી સ્થિતિથી બચવા માટે એક બહુ જ શરમજનક સલાહ આપી છે.

ડેનિયલ શ્રવણે પોતાની પોસ્ટમાં શું લખ્યુ

ડેનિયલ શ્રવણે પોતાની પોસ્ટમાં શું લખ્યુ

ડેક્કન ક્રોનિકલના સમાચાર મુજબ ડેનિયલ શ્રવણે ફેસબુક પર લખેલી પોતાની પોસ્ટમાં કહ્યુ છે કે મહિલાઓએ બળાત્કાર જેવી સ્થિતિમાં મદદ માટે પોલિસને ફોન કરવાના બદલે પોતાની સાથે કોન્ડોમ લઈને જવુ જોઈએ અને રેપિસ્ટ સાથે સહયોગ કરવો જોઈએ જેથી તેનો જીવ બચી શકે. ડેનિયલ શ્રવણે એ પણ કહ્યુ કે બળાત્કાર પીડિતોની ક્રૂર હત્યાઓ રોકવા માટે એકમાત્ર ઉપાય એ જ છે કે હિંસા રહિત બળાત્કારને કાયદેસર કરી દેવો જોઈએ. પોતાની પોસ્ટમાં ડેનિયલે લખ્યુ કે હત્યા એક પાપ અને ગુનો છે. બળાત્કાર એક સુધારાત્મક સજા છે.

અભિનેત્રી કુબ્રા સૈતે કહ્યુ, આની ઈલાજની જરૂર છે

જો કે બાદમાં ડેનિયલ શ્રવણે પોતાની આ ફેસબુક પોસ્ટને ડિલીટ કરી દીધી અને માફી માંગીને એક નવી પોસ્ટ લખી. જો કે ત્યાં સુધી તેની આ પોસ્ટનો સ્ક્રીન શૉટ ટ્વિટર પર વાયરલ થઈ ચૂક્યો હતો. ટ્વિટર પર જેવી ડેનિયલ શ્રવણની પોસ્ટ વાયરલ થઈ, લોકોએ તેમને આડેહાથ લીધા. સેક્રેડ ગેમ્સ વેબ સીરિઝની એક્ટ્રેસ કુબ્રા સૈતે ટ્વિટર લખ્યુ, આ ડેનિયલ શ્રવણ, જે કોઈ પણ હોય, તેને ઈલાજની જરૂર છે. વળી, સિંગર ચિન્મયી શ્રીપદાએ પણ ટ્વીટ કરીને ડેનિયલ શ્રવણને નિશાના પર લીધો છે. ટ્વિટર પર લોકો ડેનિયલ શ્રવણની ધરપકડ કરવાની પણ માંગ કરી રહ્યા છે.

અશ્લીલ ટિપ્પણી કરવા પર વ્યક્તિની ધરપકડ

અશ્લીલ ટિપ્પણી કરવા પર વ્યક્તિની ધરપકડ

તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે જ હૈદરાબાદની સાઈબર ક્રાઈમ પોલિસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિએ હૈદરાબાદ ગેંગરેપ પીડિતા માટે અશ્લીલ અને વિવાદિત ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા પર આરોપીની પોસ્ટ વાયરલ થયા બાદ સાઈબર ક્રાઈમ પોલિસે સ્વતઃ જાણવાજોગ લીધુ. ત્યારબાદ પોલિસે કાર્યવાહી કરીને આરોપી વ્યક્તિની ધરપકડ કરી લીધી.

ચારે આરોપીઓને ફાંસી પર લટકાવવાની માંગ

ચારે આરોપીઓને ફાંસી પર લટકાવવાની માંગ

ઉલ્લેખનીય છે કે હૈદરાબાદમાં ગઈ 27 નવેમ્બરના રોજ એક મહિલા ડૉક્ટરનુ બળી ગયેલુ શબ મળી આવ્યુ હતુ. પોલિસ તપાસમાં માલુમ પડ્યુ કે મહિલાને સળગાવતા પહેલા તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલિસે કેસ નોંધીને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. માહિતી મુજબ મહિલા ડૉક્ટર હોસ્પિટલથી પોતાના ઘરે પાછી આવી રહી હતી ત્યારે રસ્તામાં તેના સ્કૂટીનુ પંક્ચર થઈ ગયુ. ત્યારબાદ ચારે આરોપીઓએ તેની મદદ કરવાના બહાને તેની સાથે ગેંગરેપ કર્યો અને બાદમાં સળગાવીને મારી નાખી. આ ઘટના માટે લોકોમાં જબરદસ્ત ગુસ્સો છે અને મહિલાઓની સુરક્ષા માટે સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X