હૈદરાબાદના એ એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ જેમણે ગેંગરેપના ચારે આરોપીઓને ઠાર માર્યા
એનકાઉન્ટર બાદ લોકો હૈદરાબાદ પોલિસની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. જો કે ચારે આરોપીઓના એનકાઉન્ટરમાં સૌથી વધુ પ્રશંસા સાઈબરાબાદના પોલિસ કમિશ્નર વીસી સજ્જનારની થઈ રહી છે.
હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને બાદમાં તેને સળગાવીને મારી નાખનાર ચારે આરોપીઓને પોલિસે એનકાઉન્ટરમાં ઠાર મારી દીધા છે. શુક્રવારે સવાલે પોલિસ ક્રાઈમ સીનને રિક્રિએટ કરવા માટે ચારે આરોપીઓને ઘટના સ્થળે લઈને જઈ રહી હતા કે ત્યારે જ તેમણે ભાગવાની કોશિશ કરી. ત્યારબાદ પોલિસે પહેલા તો તેમને રોકાવા માટે કહ્યુ અને જ્યારે તે ન રોકાયા ત્યારે પોલિસે ચારે આરોપીઓને એનકાઉન્ટરમાં ઠાર કરી દીધા. આ એનકાઉન્ટર બાદ લોકો હૈદરાબાદ પોલિસની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. જો કે ચારે આરોપીઓના એનકાઉન્ટરમાં સૌથી વધુ પ્રશંસા સાઈબરાબાદના પોલિસ કમિશ્નર વીસી સજ્જનારની થઈ રહી છે.

વીસી સજ્જનારની થઈ રહી છે જોરદાર પ્રશંસા
પોલિસ સૂત્રોની માનીએ તો મહિલા ડૉક્ટર સાથે હેવાનિયત કરનાર ચારે આરોપીઓના એનકાઉન્ટરમાં મુખ્ય રોલ પોલિસ કમિશ્નર વીસી સજ્જનારની રહ્યો. વીસી સજ્જનારે જ આ એનકાઉન્ટરને લીડ કર્યુ. મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યાની ઘટના બાદ વીસી સજ્જનારે મીડિયા સામે કહ્યુ હતુ કે તે આરોપીઓને બહુ જલ્દી સળિયા પાછળ નાખી દેશે અને માત્ર 3 દિવસની અંદર પોલિસે ચારે આરોપીઓની ધરપકડ કરી લીધી. ત્યારબાદ પોલિસ જ્યારે શુક્રવારે સવારે 3 વાગ્યાની આસપાસ આરોપીઓને આ ચારેને ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે ઘટના સ્થળે લઈને જઈ રહી હતી તો આરોપીઓ ભાગવાની કોશિશ કરતા વીસી સજ્જનારે તરત જ એક્શન લઈને ચારેનુ એનકાઉન્ટર કરવાનો નિર્ણય લીધો.

એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ કહેવાય છે સજ્જનાર
પોલિસ કમિશ્નર વીસી સજ્જનારને એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ કહેવામાં આવે છે. વાસ્તવમાં વીસી સજ્જનાર આ પહેલા પણ આ રીતની વધુ એક ઘટનામાં ત્રણ આરોપીઓને એનકાઉન્ટરમાં ઠાર કરી ચૂક્યા છે. 2008માં આંધ્રપ્રદેશ પોલિસે વારંગલ શહેરમાં ત્રણ લોકોને એન્જિનિયરીંગની બે છાત્રાઓ પર કૉલેજમાંથી પાછા આવતી વખતે એસિડ ફેંકવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ ઘટનાના વિરોધમાં લોકોએ ખૂબ વિરોધ પ્રદર્શન કર્યા. ત્યારબાદ પોલિસે એનકાન્ટરમાં આ ત્રણે આરોપીઓને ઠાર માર્યા. આ એનકાઉન્ટરને પણ તત્કાલિન એસપી વીસી સજ્જનારે જ લીડ કર્યુ હતુ. જો કે હૈદરાબાદના એનકાઉન્ટર માટે અમુક લોકો સોશિયલ મીડિયામાં સવાલ ઉઠાવી રહ્યા છે.

મદદના નામ પર કર્યો હતો મહિલા ડૉક્ટરનો રેપ
તમને જણાવી દઈએ કે હૈદરાબાદમાં ગઈ 27 નવેમ્બરે એક મહિલા ડૉક્ટરનુ બળી ગયેલુ શબ મળી આવ્યુ હતુ. પોલિસ તપાસમાં માલુમ પડ્યુ કે મહિલાને સળગાવીને મારતા પહેલા તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલિસે કેસ નોંધીને ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી. માહિતી મુજબ મહિલા ડૉક્ટર ઘરે પાછી ફરી રહી હતી ત્યારે રસ્તામાં તેનુ સ્કૂટી પંક્ચર થઈ ગયુ. ત્યારબાદ ચારે આરોપીઓએ તેની મદદ કરવાના બહાને તેની સાથે ગેંગરેપ કર્યો અને બાદમાં તેને સળગાવીને મારી નાખી. આ ઘટના બાદ લોકોમાં ખૂબ જ ગુસ્સો હતો અને મહિલાઓની સુરક્ષા માટે સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા.

ચારે આરોપીઓ સામે લોકોમાં હતો ગુસ્સો
ઉલ્લેખનીય છે કે હાલમાં જ ચારે આરોપીઓ વિશે સાબરાબાદ પોલિસની સ્પેશિયલ બ્રાંચ અને ખુફિયા વિભાગે સ્થાનિક પોલિસને એક એલર્ટ પણ જારી કરી હતી. ખુફિયા વિભાગ અને સ્પેશિયલ બ્રાંચે આ ઘટના બાદ ઉપજેલા સ્થાનિક લોકોના ગુસ્સા અને વિરોધ પ્રદર્શનને જોતા સાઈબરાબાદ પોલિસને એલર્ટ જારી કરીને કહ્યુ હતુ કે ચારે આરોપીઓને કસ્ટડી દરમિયાન શાદનગર પોલિસ સ્ટેશનમાં રાખવા ખતરનાક હોઈ શકે છે. ખુફિયા વિભાગ તરફથી મળેલા ઈનપુટ બાદ સાઈબરાબાદ પોલિસે નક્કી કર્યુ હતુ કે ચારે આરોપીઓને ચેરલાપલ્લી સેન્ટ્રલ જેલમાં રાખીને તેમની પૂછપરછ કરવામાં આવશે. મહિલા ડૉક્ટર સાથે હેવાનિયત કરનાર આ ચારે આરોપીઓ સામે સતત ગુસ્સો વધી રહ્યો હતો અને ખુફિયા વિભાગને શંકા હતી કે ભીડ ઉત્તેજિત થઈને આરોપીઓ પર હુમલો કરી શકે છે.












Click it and Unblock the Notifications
