For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ કાનૂની નિષ્ણાંતોએ એન્કાઉન્ટરનો વિરોધ કર્યો, બોલ્યા- તરત તપાસ થાય

હૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ કાનૂની નિષ્ણાંતોએ એન્કાઉન્ટરનો વિરોધ કર્યો, બોલ્યા- તરત તપાસ થાય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ તેલંગાણાના હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરની દુશ્કર્મ બાદ હત્યા કરનાર આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે. આ કાર્યવાહી પર પોલીસે કહ્યું કે આરોપીઓએ ત્યાંથી ભાગવાની કોશિશ કરી અને પોલીસના હથિયાર છીનવી તેમના પર ફાયરિંગ કર્યું હતું, જેને પગલે તેમણે આરોપીઓને ગોળી મારવી પડી. જણાવી દઈએ કે હૈદરાબાદ એન્કાઉન્ટર બાદ દેશભરમાં લોકોએ પોલીસની કાર્યવાહીનાં વખાણ કર્યાં છે, જ્યારે અરવિંદ કેજરીવાલ સહિતના કેટલાય લોકો એવા પણ છે જેમણે આ કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો છે.

શંકાસ્પદ એન્કાઉન્ટર કહ્યું

શંકાસ્પદ એન્કાઉન્ટર કહ્યું

હવે આ મામલે કાનૂની નિષ્ણાંતોનં નિવેદન પણ આવી ગયું. જ્યાં એક તરફ લોકો આ એન્કાઉન્ટરના વખાણ કરી રહ્યા છે, ત્યાં આ નિષ્ણાંતોએ આને શંકાસ્પદ એન્કાઉન્ટર કહ્યું છે. તેમણે કહ્યું કે આની જલદીમાં જલદી તપાસ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ વિકાસ સિંહનું કહેવું છે કે દેશમાં કાનૂનનું રાજ યથાવત હોવું જોઈએ, આરોપીઓની અથડામણ બાદ તત્કાલિક તપાસ થવી જોઈએ.

બે જવાન ઘાયલ થયા

બે જવાન ઘાયલ થયા

ચારેય આરોપીઓને ઘટનાસ્થળે સીન રીક્રિએટ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. ચારેયને અહીં એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા. તેમણે એક અઠવાડિયા પહેલા આ સ્થળે જ મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ કરી હત્યા કરી દીધી હતી. નરાધમોએ પીડિતાને મૃત સમજી જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનાએ દેશને ધ્રુજાવીને રાખી દીધો હતો. પોલીસનું કહેવું છે કે આરોપી શુક્રવારે સવારે 3થી 6 વાગ્યાની વચ્ચે ઠાર મરાયા છે. તેમણે પોલીસના હથિયારો છીનવી લીધા હતા અને ત્યાંથી ભાગવાની કોશિશ કરી. સાથે જ તેમણે પોલીસ પર ફાયરિંગ પણ કર્યું, જેમાં બે જવાનો ઘાયલ થઈ ગયા.

એન્કાઉન્ટરની તપાસ થવી જોઈએ

એન્કાઉન્ટરની તપાસ થવી જોઈએ

વિકાસ સિંહનું કહેવું છે કે નાગરિકોના માનવાધિકારો અને ન્યાય આપવાની રીતમાં સંપ હોવો જોઈએ. તેમણે કહ્યું કે, અધિકારીઓએ તરત આ એન્કાઉન્ટરની તપાસ શરૂ કરવી જોઈએ, અને આ તપાસ જલદીમાં જલદી પૂરી કરવી જોઈએ. અધિકારીઓએ કહ્યું કે આ માલૂમ લગાવવું જોઈએ કે આ વાસ્તવિક અથડામણ હતી કે પોલીસે આવું દેખાડ્યું.

કોણ હતા ચાર આરોપી?

કોણ હતા ચાર આરોપી?

અથડામણમાં ઠાર મરાયેલ ચાર આરોપીઓની ઓળખ ટ્રક ચાલક મોહમ્મદ આરિફ (26), ચિંતાકુંટા ચેન્નેકશવુલુ (20), ટ્રક ક્લીનર જોલૂ શિવા (20) અને જોલૂ નવીન (20)ના રૂપમાં કરવામાં આવી છે. તમામ તેલંગાણાના નારાયણપેટ જિલ્લાથી છે.

આરોપીઓના પરિવાર અદાલત જઈ શકે

આરોપીઓના પરિવાર અદાલત જઈ શકે

વરિષ્ઠ વકીલ પુનીત મિત્તલે કહ્યું કે આ રહસ્યમય અથડામણ પાછળની અસલી તસવીરનો પતો લગાવવા માટે તરત ન્યાયિક તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે એવા કારણોની તપાસ થવી જોઈએ જે અથડામણની પાછળ હતા. આરોપીઓના પરિવાર પણ મામલાની તપાસ માટે અદાલત જઈ શકે છે.

'હત્યાના રૂપમાં જોવામાં આવે'

'હત્યાના રૂપમાં જોવામાં આવે'

વરિષ્ઠ વકીલ સંજય પારેખે કહ્યું કે કાનૂન મુજબ અથડામણને હત્યાના રૂપમાં જોવી જોઈએ. સંજય પારેખે કહ્યું કે, 'કાયદા મુજબ, તપાસ બાદ કથિત અથડામણમાં સામેલ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ મામલો નોંધવો જોઈએ.' તેમણે કહ્યું કે સામાન્યરીતે આત્મરક્ષાનો દાવો કરનાર પોલીસ અધિકારીઓની કાર્યવાહી કેસ દરમિયાન તસવીરમાં આવે છે, પરંતુ મામલાના આ તબક્કામાં અથડામણને ચકાસવા માટે તરત તપાસ થવી જોઈએ.

ડીસીપી શમશાદાબાદ પ્રકાશ રેડ્ડીએ શું કહ્યું

ડીસીપી શમશાદાબાદ પ્રકાશ રેડ્ડીએ શું કહ્યું

આ મામલે ડીસીપી શમશાબાદ પ્રકાશ રેડ્ડીએ કહ્યું, સાઈબરાબાદ પોલીસ ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે આરોપી વ્યક્તિઓને ઘટના સ્થળે લઈ ગઈ હતી. આરોપીઓએ હથિયાર છીનવી લીધા અને પોલીસ પર ફાયરિંગ કર્યું. આત્મરક્ષામાં પોલીસે જવાબી ફાયરિંગ કર્યું, જેમા તમામ આરોપી માર્યા ગયા.

શું મામલો હતો

શું મામલો હતો

ચારેય આરોપી 10 દિવસની પોલીસ રિમાન્ડ પર હતા. આ મામલાની સુનાવણી માટે 4 ડિસેમ્બરે ફાસ્ટ ટ્રેક કોર્ટની પણ રચના કરવામાં આવી હતી. પોલીસે આ તમામ ચારેય આરોપીઓને મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ તેમની હત્યાના આરોપીમાં પકડ્યા હતા. જણાવી દઈએ કે 27 નવેમ્બરે જ્યારે મહિલા ડૉક્ટર હાઈવે એનએચ 44 પર રાત્રે હોસ્પિટલથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેમની સ્કૂટી પંચર થઈ ગઈ હતી, આ દરિયાન આરોપીઓએ મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ કર્યો અને પછી તેમને જીવતાં સળગાવી દીધાં.

પોલીસે શું કહ્યું?

પોલીસે શું કહ્યું?

પોલીસે પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે, અથડામણના સમયે આરોપી વ્યક્તિઓની સાથે લગભગ 10 પોલીસવાળા હતા. ઘટના સ્થળેથી અમને પીડિતાનો ફોન મળી આવ્યો છે. હું માત્ર એટલું કહી શકું કે કાનૂને પોતાનું કામ કર્યું છે. રાજ્ય સરકાર, એનએચઆરસી જે કોઈપણ સવાલો પૂછશે અમે તેમને જવાબ આપશુ. અમને શંકા છે કે આરોપીઓ કર્ણાટકમાં કેટલાય મામલામાં પણ સામેલ હતા, તપાસ ચાલી રહી છે.

હૈદરાબાદ પોલીસની પ્રેસ કોન્ફ્રેન્સ- આરોપીઓએ ગોળી ચલાવી હતી, જવાબી ફાયરિંગમાં ઠાર મરાયાહૈદરાબાદ પોલીસની પ્રેસ કોન્ફ્રેન્સ- આરોપીઓએ ગોળી ચલાવી હતી, જવાબી ફાયરિંગમાં ઠાર મરાયા

English summary
Hyderabad Encounter: Legal experts says Investigate immediately
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X