હૈદરાબાદ રેપ અને મર્ડર કેસનો આરોપી બોલ્યો- પીડિતાને જીવતી સળગાવી હતી
હૈદરાબાદ રેપ અને મર્ડર કેસનો આરોપી બોલ્યો- પીડિતાને જીવતી સળગાવી હતી
હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે દરિંદગી કરનાર આરોપીએ સનસનીખેજ ખુલાસો કર્યો છે. પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપીએ કબૂલ્યું કે દુષ્કર્મ બાદ તેમણે મહિલા ડૉક્ટરની હત્યા નહોતી કરી, બલકે જ્યારે તેને પેટ્રોલ છાંટીને સળગાવી ત્યારે તે જીવતી હતી. સ્થાનિક મીડિયામાં આ પ્રકારનો અહેવાલ પ્રકાશિત થયો છે. મામલામાં ચારેય આરોપીઓને ચેરલાપલ્લી જેલમાં રાખવામાં આવ્યા છે. જ્યાં જેલ સ્ટાફ સાથેની વાતચીતમાં મુખ્ય આરોપીએ આ વાત કબૂલી છે. આરોપીએ જણાવ્યું કે દુષ્કર્મ બાદ મહિલા ભાગી ના જાય એટલે તેના પગ બાંધી દીધા હતા. જે બાદ જબરદસ્તી તેને દારૂ પીવળાવ્યો. જ્યારે તે બેભાન થઈ ગઈ, ત્યારે લારીમાં નાખી પુલની નીચે લઈ ગયા અને સળગાવી દીધી. આરોપીઓને પહેલા લાગ્યું હતું કે પીડિતા મૃત્યુ પામી છે પરંતુ જ્યારે આગના હવાલે કરી દીધી ત્યારે તે જીવતી હોવાનું માલૂમ પડ્યું હતું.

નશામાં હતા, શું કરી રહ્યા છે ખબર જ નહોતી
એક આરોપીએ જણાવ્યું કે બધા જ દારૂના નશામાં હતા. શું કરવા જઈ રહ્યા છે તેમને અહેસાસ પણ નહોતો. આરોપીએ કહ્યું કે અમે મહિલાને મારવા નહોતા માંગતા પરંતુ જ્યારે લાગ્યું કે પોલીસ પકડી લેશે તો તેને મારી નાખી. ક્યારેય વિચાર્યું નહોતં કે આવડો મોટો મુદ્દો બની જશે.
ફોરેન્સિક રિપોર્ટનો ઈંતેજાર
આ મામલા સાથે જોડાયેલ તમામ મુદ્દાને પોલીસે ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે. હવે આગળની કાર્યવાહી માટે રિપોર્ટનો ઈંતેજાર કરવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓ મુજબ રિપોર્ટ આવ્યા બાદ કેસ સાથે જોડાયેલ અન્ય મહત્વના ખુલાસા થઈ શકે છે.












Click it and Unblock the Notifications
