અણ્ણાએ કહ્યું 'મેં મોદી પર નથી આપ્યું કોઇ નિવેદન'

ઉલ્લેખનીય છે કે અણ્ણા હઝારેના હવાલાથી મોદી પર ઇન્દોરના સમાચારપત્રમાં એક સમાચાર છપાયા હતા કે અણ્ણા મોદીને કોમ્યુનલ નથી માનતા અને તેમની પાસે મોદીને કોમ્યુનલ સાબિત કરતા કોઇ પુરાવા નથી આવ્યા.
અણ્ણાના ખાસ લોકોનું કહેવું છે કે અણ્ણાએ આ પ્રકારનું નિવેદન આપ્યું નથી. તેમની તબિયત ખરાબ છે અને તે દિલ્હીની હોસ્પિટલમાં દાખલ છે. આ સમાચારોનું ખંડન માટે આજે સાંજે તેઓ એક પ્રેસ કોન્ફ્રેન્સ કરવાના છે અને તેમાં તેઓ જણાવશે કે તેમણે મોદીને લગતી કોઇ ટિપ્પણી કરી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્દોરના એક ન્યૂઝપેપરમાં સમાચાર છપાયા હતા કે પરિવર્તન યાત્રા દરમિયાન અણ્ણાએ મોદી અંગે બે દિવસ પહેલા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી કોમ્યુનલ નેતા નથી. અણ્ણાનું કહેવું છે કે તેમની વાતોને તોડીને રજૂ કરવામાં આવી છે, આજે તેઓ પોતાના આ નિવેદન પર સ્પષ્ટતા આપશે.












Click it and Unblock the Notifications
