મેં પીએમનું કોઈ અપમાન નથી કર્યુ તો પણ તેના દરબારી પ્રસ્તાવ લાવ્યા-અધીર રંજન ચૌધરી
સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કરવાના આરોપમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને પુરા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે આ મુદ્દે અધીર રંજન ચૌધરીએ ખુલાસો કર્યો છે.
અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, તેમનો ઈરાદો પીએમનું અપમાન કરવાનો નહોતો. નિવેદન પર સ્પષ્ટતા કરતા તેમણે મૌન શબ્દનો અર્થ સમજાવ્યો અને કહ્યું કે તેમનો સંદર્ભ પીએમના મૌનનો હતો. તેમને કહ્યું કે નીરવનો અર્થ શાંતિ થાય છે.

અધીર રંજન ચૌધરીએ જણાવ્યુ કે, મેં પીએમ મોદીનું અપમાન કર્યું નથી. મોદીજી દરેક વાત પર બોલે છે પરંતુ મણિપુર મુદ્દે તેઓ નીરવ બેઠા છે, જેનો અર્થ ચૂપ બેસી રહેવું એવો થાય છે. મારો ઈરાદો પીએમ મોદીનું અપમાન કરવાનો નહોતો.
તેમણે કહ્યુ કે, પીએમ મોદીને એવું ન લાગ્યું કે તેમનું અપમાન થયું છે પરંતુ તેમના દરબારીઓએ એવું લાગ્યું અને મારી વિરુદ્ધ આ પ્રસ્તાવ લાવ્યા. મને ખબર પડી કે મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો છે અને હું સસ્પેન્ડ થયો છું.
અધીર રંજન ચૌધરીએ આગળ જણાવ્યુ કે, મેં બે વાત કહી. હસ્તિનાપુરમાં જેમ રાજા અંધ હતા ત્યારે દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવ્યુ. મણિપુરમાં પણ આવી જ ઘટના બની. આ એક ઉદાહરણ હતું. તેનો અર્થ અપમાન કરવાનો નહોતો. જેમ કે જો હું કહું કે મણિપુરમાં આગ લાગી છે અને નીરો વાંસળી વગાડી રહ્યો છે તો હું કોઈનું અપમાન નથી કરતો. તે માત્ર એક ઉદાહરણ છે. આ અભિવ્યક્તિની એક રીત છે.
તેમણે કહ્યું કે, ક્યારેક મોદીજી અવાજ ઉઠાવે છે, તો ક્યારેક તેઓ મૌન રહે છે. મારો મતલબ એ જ હતો. દરરોજ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, નેહરુ પર અપશબ્દો બોલે છે. રેકોર્ડ જુઓ અને પછી મારું નિવેદન વાંચો.












Click it and Unblock the Notifications
