હું માફી નહીં માંગુ, મને દયાની જરૂર નથી-રાહુલ ગાંધી

rahul gandhi

સુરત : સુરત જિલ્લા કોર્ટે રાહુલ ગાંધીને સજા સંભળાવ્યા બાદ હવે રાહુલ ગાંધીનું કોર્ટનું નિવેદન ચર્ચામાં આવ્યુ છે. મોટી અટકને લઈને રાહુલ ગાંધી પર માનહાનિ કેસમાં 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં રાહુલ ગાંધીએ માફી માંગવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. હવે ગુજરાત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના એડવોકેટે કોર્ટની કાર્યવાહીનો ખુલાસો કર્યો છે.

એડવોકેટ બીએમ માંગુકિયાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, આજે વધુ દલીલની જરૂર નહોંતી. રાહુલ ગાંધી કોર્ટમાં દાખલ થતા જ બીજી બે મિનિટમાં કોર્ટે કહ્યું કે, કોર્ટ તેમને આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ દોષિત માને છે. આગળ કોર્ટે શું સજા થવી જોઈએ તે અંગે વાત કરી.

તેમના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું કે, હું એક રાજકીય નેતા છું. આ દૃષ્ટિકોણથી દેશમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો એ અમારી ફરજ છે અને અમે તે કર્યું. રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું કે, મારે દયા નથી જોઈતી. રાહુલ ગાંધીના કોર્ટમાં માફી માંગવાના સવાલ પર તેમણે કહ્યું કે આ સવાલ જ નથી ઉઠતો.

અહીં તમને જણાવી દઈએ કે, 2019 માં રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં જનસભાને સંબોધિત કરતા મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. આ નિવેદનને લઈને વિવાદ થયો હતો. આ મામલે ગુજરાત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં રાહુલ ગાંધી પર પીએમ મોદીને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X