ઈરાણી હોય કે પાકિસ્તાની, કોઇ ફર્ક નથી પડતો: કુમાર વિશ્વાસ

Google Oneindia Gujarati News

અમેઠી, 1 એપ્રિલ: આમ આદમી પાર્ટીના નેતા અને અમેઠીથી ઉમેદવાર કુમાર વિશ્વાસે તેમના મત વિસ્તારથી ભાજપ તરફથી સ્મૃતિ ઇરાણીને ઊભી રાખતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, અમેઠીમાં ઇરાણી આવે કે પાકિસ્તાની આવે કોઇ ફર્ક નથી પડતો. એટલું જ કુમારે રાહુલ ગાંધી પર નિશાનો સાધતા જણાવ્યું કે અમેઠીમાં પહેલાથી જ રાજનૈતિક અભિનેતા રાહુલ ગાંધી હતા હવે વધુ એક ટીવી એક્ટર આવી ગઇ છે. અમેઠીની જનતા તો અભિનેતાઓથી કંટાળી ગઇ છે. રાહુલ હંમેશા અહીં આવે છે અને લોકોની વચ્ચે ખોટા વચનો આપીને જતા રહે છે. તેમના અભિનયની કળાને જનતા પહેલાથી જ જોઇ ચૂકી છે, અને હવે વધુ એક અભિનેત્રી આવી ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે ગઇકાલે જ સ્મૃતિ ઇરાણીને અમેઠીથી રાહુલ ગાંધીની વિરુધ્ધ ઉમેદવાર બનાવ્યા છે. કુમારે રાહુલ અને સ્મૃતિ બંને પર નિશાનો સાધતા જણાવ્યું છે કે આ વખતે એક્ટરોની નહીં ચાલે અને અમેઠીની જનતા સાચો અને યોગ્ય નિર્ણય કરશે. રાહુલ અમેઠીમાં 2 વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે, હવે જોવાનું એ છે કે શું તે જીતની હેટ્રીક લગાવી શકે છે.

kumar vishwas
જ્યારે કુમાર વિશ્વાસના નિવેદનનો જવાબ આપતા ઇરાણીએ જણાવ્યું કે આ બેઠક પર મુકાબલો માત્ર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જ છે. વિશ્વાસનો મહિલાઓ પ્રત્યે અશિષ્ટ વ્યવહાર કરવાનો ઇતિહાસ રહ્યો છે. હું તેમની પાસે સન્માનની રજ માત્ર પણ આશા નથી રાખતી.

અત્રે નોંધનીય છે કે આપ નેતા કુમાર વિશ્વાસ છેલ્લા ઘણા મહિનાઓથી અમેઠીમાં પોતાનું આસન જમાવીને બેસી ગયા છે. અને રાહુલ ગાંધી પર નિશાનો સાધવાની કોઇ તક નથી છોડતા. જ્યારે હવે સ્મૃતિ ઇરાણી પણ રાહુલ ગાંધીને ટક્કર આપવા માટે ચૂંટણી મેદાનમાં કૂદી ચૂકી છે.

English summary
Kumar Vishwas hits out at Smriti Irani, says Amethi fed up of actors.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X