જે કહ્યું તેને ખોટું સાબિત કરો તો માફી માગી લઇશ: મોદી

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 મે: ભારતીય જતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પ્રિયંકા ગાંધી દ્વારા આપવામાં આવેલ 'નીચ રાજનૈતિક'વાળા નિવેદને હવે વધારે આગ લગાવી છે. બંને તરફથી આ મુદ્દે પ્રહારો ચાલુ છે. આની વચ્ચે મોદીએ દાવો કરતા જણાવ્યું કે જે કંઇ પણ કહ્યું તે તથ્યો પર આધારિત હતું, જો કોઇ તેને ખોટું સાબિત કરીને બતાવે તો હું માફી માગવા માટે તૈયાર છું.

મોદીએ જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના સંદર્ભમાં તેમણે જે પણ જણાવ્યું તે તથ્યોના આધારે કહ્યું હતું અને તેમાં કંઇ ખોટુ સાબિત થયું તો તેઓ માફી માગવા માટે તૈયાર છે. અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઇમ્સ નાઉને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં મોદીએ પ્રિયંકા વાઢેરાની 'નીચ રાજનીતિ' સંદર્ભે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં જણાવ્યું કે મે જે પણ કહ્યું છે તે સત્ય છે અને કોઇ તેને ખોટું સાબિત કરી દે તો હું તેમની માફી માગવા માટે તૈયાર છું.

મોદીનો દાવો છે કે તેમની કોઇ પણ વાત ખોટી નથી. મોદીએ જણાવ્યું કે મારી વાતમાં કંઇ અસત્ય નથી. મે જે પણ કહ્યું છે તે સાચું કહ્યું છે. આ અંગે વાસ્તવિકતા જાણવી હોય તો તે અંગેના તથ્યો પણ હાજર છે. તેમણે જણાવ્યું કે મે કહ્યું હતું કે હૈદરાબાદ હવાઇ મથક પર આંધ્રપ્રદેશના એક મંત્રીનું અપમાન કરવામાં આવ્યું હતું. શું આપ આ વાસ્તવિકતાને નકારી શકો છો. શું દેશની જનતાને વાસ્તવિકતા બતાવવી ખોટી છે.

મોદીએ આ ઇન્ટરવ્યૂમાં એક સવાલના જવાબમાં ચૂંટણી પંચને પણ ઘેરતા જણાવ્યું કે જો પંચ એમ કહે છે કે મને વારાણસીમાં સુરક્ષા કારણો સર પરવાનગી ના આપવામાં આવી તો કેન્દ્ર સરકારના બે વરિષ્ઠ મંત્રીઓએ કયા આધારે આ રેલી માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા અંગે કેવી રીતે જણાવ્યું હતું. ત્યારબાદ ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી પંચ વિરુદ્ધ ધરણા પ્રદર્શન કર્યું.

English summary
Narendra Modi said that he will apologize if he said any thing wrong about Formal Prime Minister Rajiv Gandhi. he refused to acknowledge the fact that he has given any particular spin to Priyanka's comments on neech rajneeti.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X